મુલાયમ સિંહના કહેવાથી કાકા શિવપાલની થશે ઘરવાપસી?

મુલાયમ સિંહ ઇચ્છે છે કે પાર્ટીના વરિષ્ઠ નેતા પણ મહત્વના નિર્ણયમાં સામેલ થાય

News18 Gujarati
Updated: June 2, 2019, 7:21 PM IST
મુલાયમ સિંહના કહેવાથી કાકા શિવપાલની થશે ઘરવાપસી?
અખિલેશ ઉપર ‘મુલાયમ’થયા પિતા, બોલ્યા - કાકા શિવપાલની કરાવો ઘર વાપસી
News18 Gujarati
Updated: June 2, 2019, 7:21 PM IST
લોકસભા ચૂંટણીના પરિણામોથી સમાજવાદી પાર્ટીને નિરાશા હાથ લાગી છે. બસપા સાથે ગઠબંધન પછી સપાને ઉત્તર પ્રદેશમાં વધારે સીટો મળવાની આશા હતી પણ આમ બન્યું ન હતું. સપા માટે આ મુશ્કેલ સમય છે. લોકસભા ચૂંટણીમાં નિરાશા હાથ લાગ્યા પછી અખિલેશ યાદવે પાર્ટીના સંરક્ષક અને પોતાના પિતા તરફ હાથ લંબાવ્યો છે. મુલાયમ સિંહે અખિલેશને સલાહ આપી છે કે ગૈર યાદવ નેતાઓને પાર્ટી સાથે ફરી જોડવાનું શરુ કરે અને એ ધારણા ખતમ કરવાનો પ્રયત્ન કરે કે સપા યાદવોની પાર્ટી છે.

અખિલેશ યાદવ અને મુલાયમ સિંહ યાદવ સાથે વિચાર-વિમર્શ માટે રેવતી રમન સિંહ, ભગવતી સિંહ, ઓમ પ્રકાશ સિંહ, મનોજ પાંડે, અરવિંદ સિંહ ગોપ, નારદ રાય અને રાધેશ્યામ સિંહ જેવા વરિષ્ઠ નેતાઓને બોલાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો - સાક્ષી મહારાજનું વિવાદાસ્પદ નિવેદન- મમતા 'હિરણ્ય કશ્પય'ના પરિવારથી

મુલાયમ સિંહ ઇચ્છે છે કે પાર્ટીના વરિષ્ઠ નેતા પણ મહત્વના નિર્ણયમાં સામેલ થાય. સાથે તેમણે અખિલેશને કહ્યું છે કે છેલ્લા બે વર્ષમાં જે નેતાઓએ પાર્ટી છોડી છે તેમને પાછા લેવામાં આવે. સૂત્રોના મતે તેમણે પોતાના પુત્રને શિવપાલ યાદવની વાપસીનો રસ્તો તૈયાર કરવા માટે કહ્યું છે. લગભગ બે વર્ષ પહેલા અખિલેશ યાદવ અને શિવપાલ યાદવ વચ્ચે ઝઘડો થયો હતો. અંતે શિવપાલ સપાથી અલગ થઈ ગયા હતા અને પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી લોહિયા(PSPL)ની સ્થાપના કરી હતી. જોકે આ લોકસભામાં શિવપાલ પોતે ચૂંટણી હારી ગયા છે.

સપાના એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે ચૂંટણી અખિલેશ સાથે શિવપા યાદવને પણ શિખામણ આપી ગઈ છે. મુલાયમ ઇચ્છે છે કે તેમનો પુત્ર અને ભાઇ ફરી એક સાથે આવે. સૂત્રોના મતે અખિલેશ યાદવ જલ્દી પાર્ટી કાર્યકર્તાઓ માટે પોતાના દરવાજા ખોલશે અને એપાઇમેન્ટ વગર મુલાકાત કરશે.
First published: June 2, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...