મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની જવાબદારી માટે અમે તૈયાર, કોંગ્રેસ સાથે દુશ્મની નથી : શિવસેના

'સામના'નાં લેખ રોકટોકમાં સંજય રાઉતે ભાજપની સરખામણી હિટલર સાથે કરી દીધી છે.

News18 Gujarati
Updated: November 10, 2019, 12:24 PM IST
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની જવાબદારી માટે અમે તૈયાર, કોંગ્રેસ સાથે દુશ્મની નથી : શિવસેના
ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: November 10, 2019, 12:24 PM IST
ન્યૂઝ18ગુજરાતી : મહારાષ્ટ્રનાં (Maharastra) રાજકારણમાં અસમંજસ છે. બીજેપી (BJP) શિવસેનાની (ShivSena) દોસ્તીમાં દરાર સ્પષ્ટ જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિમાં સીએમની (CM) ખુરશી કોના ભાગે જશે તે કહી શકાય તેમ નથી. જોકે, રાજ્યપાલ બી.એસ કોશ્યારીએ શનિવારે સાંજે બીજેપીને સરકાર બનાવવા માટે આમંત્રિત કર્યા હતા અને પૂછ્યું હતું કે તેઓ આમાં સક્ષમ છે? જ્યારે શિવસેના નેતા સંજય રાઉતે ફરી બીજેપી પર પ્રહાર કર્યો હતો.

કોંગ્રેસ સાથે રાજનૈતિક મતભેદ છે પરંતુ અમે દુશ્મન નથી

શિવસેના નેતાએ કહ્યું કે, જો ભાજપને ગવર્નરનું આમંત્રણ મળ્યું છે તો પછી શેની રાહ જોઇ રહ્યાં છે. બીજેપીને 11 નવેમ્બર સુધી પોતાની વાત કરવાનું કહેવામાં આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ રાજ્યની દુશ્મન નથી, અમારી વચ્ચે રાજનૈતિક મતભેદ છે પરંતુ અમે દુશ્મન નથી.

ભાજપની સરખામણી હિટલર સાથે કરી

'સામના'નાં લેખ રોકટોકમાં સંજય રાઉતે ભાજપની સરખામણી હિટલર સાથે કરી દીધી છે. તેમણે કહ્યું કે, '5 વર્ષ બીજાઓને ડર બતાવીને શાસન કરનારી ટોળી આજે ખુદ ડરી છે. આ ઊંધો હુમલો થયો છે. ડરાવીને માર્ગ અને સમર્થન નથી મળતો. આવુ જ્યારે થાય છે, ત્યારે એકવાત સ્વીકારી લેવી જોઇએ કે હિટલર મરી ગયો છે અને ગુલામીનો પડછાયો હટી ગયો છે. પોલીસ અને અન્ય 5 એજન્સીઓને આની આગળ તો નિડર થઈને કામ કરવું જોઇએ. આ પરિણામનો આ જ અર્થ છે.'

સંજય રાઉતે આ અંગે લખ્યું કે, 'મહારાષ્ટ્રની રાજનીતિ મહારાષ્ટ્રમાં જ થાય. મહારાષ્ટ્ર દિલ્લીનું ગુલામ નથી. વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રી ફડણવીસની પ્રશંસા કરી. ફડણવીસ જ બીજીવાર મુખ્યમંત્રી બનશે તેવા આશીવાર્દ આપ્યા પરંતુ 15 દિવસ પછી પણ ફડણવીસ શપથ નથી લઇ શક્યા. કારણ કે અમિત શાહ રાજ્યની ઘટનાઓથી દૂર રહ્યા હતાં. યુતિની સૌથી મોટી પાર્ટી શિવસેના અસ્ત થઇ રહેલા મુખ્યમંત્રી સાથે વાત કરવા તૈયાર નથી. આ સૌથી મોટી હાર છે. આ કારણે દિલ્લીનો આશીર્વાદ મળવા છતા ઘોડા પર બેસવા ના મળ્યું.'
Loading...

આ પણ વાંચો : Ayodhya Verdict: 10 પોઇન્ટમાં સમજો સુપ્રીમ કોર્ટનો આખો નિર્ણય

શરદ પવારની ભૂમિકા મહત્વપૂર્ણ સાબિત થશે

સંજય રાઉતે લખ્યું કે, 'હાલ પરિસ્થિતિ એવી છે કે, આ વખતે મહારાષ્ટ્રનો મુખ્યમંત્રી કોણ હશે? એ ઉદ્ધવ ઠાકરે નક્કી કરશે. રાજ્યનાં મોટા નેતા શરદ પવારની ભૂમિકા મહત્વપૂર્ણ સાબિત થશે. કૉંગ્રેસનાં ઘણા ધારાસભ્યો સોનિયા ગાંધીને મળીને આવ્યા છે. મહારાષ્ટ્રનો નિર્ણય મહારાષ્ટ્રને સોંપો તેવું તેમણે પણ સોનિયા ગાંધીને કહ્યું છે. કંઇપણ થાય ભાજપનો મુખ્યમંત્રી ના હોય, આ મહારાષ્ટ્રનો સૂર છે.'

મહારાષ્ટ્રનો નિર્ણય મહારાષ્ટ્રમાં જ

તેમણે રોકટોકમાં લખ્યું છે કે, 'દિલ્હીની હવા બગડી ગઇ એટલે મહારાષ્ટ્રની હવા બગડવી ન જોઇએ. દિલ્હીમાં પોલીસ જ રસ્તા પર ઉતરી આવી છે અને તેમણે જ કાયદો તોડ્યો છે. આ અરાજકતાની ચિંગારી છે. મહારાષ્ટ્રમાં રાજનૈતિક અરાજકતા નિર્માણ કરવાનો પ્રયાસ કરનારા માટે આ સબક છે. મહારાષ્ટ્રનું નિર્માણ મહારાષ્ટ્રમાં જ કરવાની દિશામાં અમે બધા નીકળી પડ્યાં છે.'

First published: November 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...