સાવરકર પર કૉંગ્રેસ અને શિવસેના આમને-સામને, સંજય રાઉતે રાહુલને કહ્યું- તે દેશના દેવતા

News18 Gujarati
Updated: December 14, 2019, 8:50 PM IST
સાવરકર પર કૉંગ્રેસ અને શિવસેના આમને-સામને, સંજય રાઉતે રાહુલને કહ્યું- તે દેશના દેવતા
સાવરકર પર કૉંગ્રેસ અને શિવસેના આમને-સામને, સંજય રાઉતે રાહુલને કહ્યું- તે દેશના દેવતા

શિવસેનાના નેતાએ કહ્યું- અમે પંડિત નહેરુ અને મહાત્મા ગાંધીને માનીએ છીએ. તમે સાવરકરનું અપમાન ના કરો. સમજદારને ઇશારો કાફી છે

  • Share this:
મુંબઈ : રાહુલ ગાંધી(Rahul Gnadhi)ના વીર સાવરકરના નિવેદન પર કૉંગ્રેસ અને શિવસેના આમને-સામને આવી ગઈ છે. શિવેસેના(Shiv Sena) ના નેતા અને રાજ્યસભા સાસંદ સંજય રાઉતે (Sanjay Raut) કહ્યું છે કે વીર સાવરકર (Savarkar)ફક્ત મહારાષ્ટ્ર માટે જ નહીં પણ દેશ માટે ‘દેવતા’ સમાન છે. સાવરકર નામમાં રાષ્ટ્રાભિમાન અને સ્વાભિમાન છે. નહેરુ અને ગાંધીની જેમ વિનાયક દામોદાર સાવરકરે પણ આઝાદી માટે પોતાનું જીવન અર્પણ કરી દીધું હતું. આવા બધા જ ‘દેવતા’નું સન્માન કરવું જોઈએ. તેના પર કોઈ પ્રકારની સમજુતી કરવામાં આવશે નહીં.

બીજા ટ્વિટમાં શિવસેનાના નેતાએ કહ્યું હતું કે અમે પંડિત નહેરુ અને મહાત્મા ગાંધીને માનીએ છીએ. તમે સાવરકરનું અપમાન ના કરો. સમજદારને ઇશારો કાફી છે. જય હિંદ.

દિલ્હીના રામ લીલા મેદાન(Ram leela Maidan)માં ભારત બચાવો રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મારું નામ રાહુવ સાવરકર નહીં રાહુલ ગાંધી છે. હું મરી જઈશ પણ માફી માંગીશ નહીં.
આ પણ વાંચો - રાહુલ પર ગિરિરાજ સિંહનો વળતો પ્રહાર, કહ્યું - ઉધારની ગાંધી સરનેમથી કોઈ દેશભક્ત થતું નથી

100 જન્મ લે ત્યારે પણ રાહુલ સાવરકર ના થઈ શકે - સંબિત પાત્રા
રાહુલ ગાંધીના નિવેદન પર વળતો પ્રહાર કરતા બીજેપીના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે જો રાહુલ ગાંધી 100 જન્મ લે તો પણ રાહુલ સાવરકર થઈ શકે નહીં. સાવરકર વીર હતા, દેશભક્ત હતા અને બલિદાની હતા. રાહુલ ગાંધી આર્ટિકલ 370, હવાઇ હુમલો, સર્જિકલ સ્ટ્રાઇલમાં પાકિસ્તાનની ભાષાનો ઉપયોગ કરે છે.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ઓગસ્ટ મહિનામાં કહ્યું હતું કે જે લોકોને સાવરકર ઉપર વિશ્વાસ નથી તેમને સાર્વજનિક રુપથી પિટવા જોઈએ, કારણ કે તેમને ભારતના સ્વતંત્રતામાં વીર સાવરકરના સંઘર્ષ અને મહત્વ ખબર નથી.
First published: December 14, 2019, 8:50 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading