શિવસેના મહારાષ્ટ્રમાં અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ પર અડગ, કહ્યું - લખીને આપે અમિત શાહ

શિવસેના મહારાષ્ટ્રમાં અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ પર અડગ, કહ્યું - લખીને આપે અમિત શાહ
શિવસેના મહારાષ્ટ્રમાં અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ પર અડગ, કહ્યું - લખીને આપે અમિત શાહ

અમે 50-50 ફોર્મ્યુલા ઇચ્છીએ છીએ. જેમાં 2.5 વર્ષ શિવસેનાનો સીએમ રહે - શિવસેના

 • Share this:
  મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભા (Maharashtra Assembly Election)ના પરિણામ જાહેર થયા પછી બહુમત મેળવી લીધું હોવા છતા એનડી (NDA)ની મુશ્કેલી ઓછી થઈ રહી નથી. ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાનવાળી એનડીએની રાજ્યમાં સહયોગી દળ શિવસેના (Shiv Sena)શરતોથી પાછળ હટવાનું નામ લેતી નથી. શિવસેના નેતા પ્રતાપ સરનાઇકે શનિવારે કહ્યું હતું કે અમે નિર્ણય કર્યો છે કે બીજેપી અમને તેમના પ્રસ્તાવ વિશે લેખિતમાં જવાબ આપે.

  સરનાયકે કહ્યું હતું કે અમિત શાહ (Amit Shah)જેવા વરિષ્ઠ નેતા અમને લેખિતમાં આપે. અમે 50-50 ફોર્મ્યુલા ઇચ્છીએ છીએ. જેમાં 2.5 વર્ષ શિવસેનાનો સીએમ રહે. પાર્ટી અધ્યક્ષ તે ઉપર નિર્ણય કરશે કે ડિપ્ટી સીએમ કોણ બનશે. તેમણે આગળ કહ્યું હતું કે શિવસેનાના ધારાસભ્યોએ એક લાઇનમાં પ્રસ્તાવ પાસ કર્યો છે કે બધા નિર્ણયો ઉદ્ધવ ઠાકરે કરશે.  આ પણ વાંચો - વાઘના ગળામાં ઘડિયાળ ને પંજામાં કમળ, કાર્ટૂન સાથે શિવસેનાએ શું સંદેશ આપ્યો?

  આદિત્ય ઠાકરેને સીએમ બનાવવાની માંગણી
  ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)દ્વારા ભાજપા સાથે સત્તામાં સરખી વહેંચણી કરવાના નવો દાવો કર્યો પછી શનિવારે શિવસેનાના નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ માંગણી કરી છે કે સરકારમાં આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનાવવામાં આવે.

  ઠાણે શહેરના ધારાસભ્ય પ્રતાપ સરનાઇકે કહ્યું હતું કે અમે આદિત્ય ઠાકરે (Aditya Thackeray)ને આગામી મુખ્યમંત્રી તરીકે જોવા માંગીએ છીએ. જોકે અંતિમ નિર્ણય ઉદ્ધવજી કરશે. એક અન્ય ધારાસભ્ય અબ્દુલ સત્તાર, જે ચૂંટણી પહેલા કૉંગ્રેસમાંથી શિવસેનામાં આવ્યા હતા. તેણે કહ્યું હતું કે ઉદ્ધવજી આ મુદ્દે અંતિમ નિર્ણય કરશે.
  First published:October 26, 2019, 17:49 pm

  ટૉપ ન્યૂઝ