શાહરુખના પ્રશંસક હતા શિલા દિક્ષિત, DDLJના કારણે ઘરના લોકો થયા હતા પરેશાન

News18 Gujarati
Updated: July 20, 2019, 9:33 PM IST
શાહરુખના પ્રશંસક હતા શિલા દિક્ષિત, DDLJના કારણે ઘરના લોકો થયા હતા પરેશાન
શાહરુખના પ્રશંસક હતા શિલા દિક્ષિત, DDLJના કારણે ઘરના લોકો થયા હતા પરેશાન

દિલ્હીના પૂર્વ CM શિલા દિક્ષિતને ભણવાની સાથે ફિલ્મ જોવાનો પણ ઘણો શોખ હતો

  • Share this:
દિલ્હીના પૂર્વ CM શિલા દિક્ષિતને ભણવાની સાથે ફિલ્મ જોવાનો પણ ઘણો શોખ હતો. આ વાતનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે તેમણે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ફિલ્મ ઘણી વખત જોઈ હતી. તેમની પુત્રી લતિકા દિક્ષિત સઇદે કહ્યું હતું કે તે શાહરુખ ખાનની પ્રશંસક હતી. શાહરુખ ખાનનો અભિયન તેમને ઘણો પસંદ હતો. લતિકાએ કહ્યું હતું કે તેમણે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’એટલી બધી વખત જોઈ હતી કે અમે પરેશાન થઈ ગયા હતા.

શિલા દિક્ષિતને ફિલ્મ જોવી ઘણી પસંદ હતી. પહેલા તે ભારતીય સુપરસ્ટાર દિલીપ કુમાર અને રાજેશ ખન્નાની ઘણી પ્રશંસક હતી. લોક સંગીતના ક્ષેત્રમાં તેમને ખાસ રસ હતો. ભાગ્યે જ કોઈ એવો દિવસ ગયો હશે જયારે તે સંગીત સાંભળ્યા વગર ઉંઘતા હતા. લતિકાએ કહ્યું હતું કે એક મહિલા તરીકે તે અંદરથી ઘણા મજબૂત હતા.

આ પણ વાંચો - શિલા દિક્ષિતના 5 નિર્ણયો, જેના કારણે બદલાઇ રાજધાની દિલ્હીની તસવીર

બસમાં લગ્નનું પ્રપોઝ

શિલા દિક્ષિતે પોતાના પુસ્તકમાં એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે પતિ વિનોદે બસમાં જ લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. જ્યારે તે ફાઈનલની પરીક્ષા આપવાના હતા, ત્યારે એક દિવસ પહેલા 10 નંબરની બસમાં ચાંદની ચોક પાસે વિનોદે શિલા દિક્ષિતને કહ્યું કે, તે પોતાની માતાને વાત કરવા જઈ રહ્યા છે કે, તેણે છોકરી પસંદ કરી લીધી છે, જેની સાથે તે લગ્ન કરશે. શિલા દિક્ષિતે ત્યારે વિનોદને કહ્યું હતું કે, શું તે એ છોકરીને તેના દિલની વાત પુછી છે? ત્યારે વિનોદે કહ્યું હતું કે ના, પરંતુ તે છોકરી બસમાં મારી સીટની આગળ બેઠી છે.

આ પણ વાંચો - શિલા દિક્ષિતનું નિધન, પીએમ મોદી, સોનિયા ગાંધીએ આપી શ્રદ્ધાંજલિ
First published: July 20, 2019
વધુ વાંચો
अगली ख़बर