બીજેપી સાંસદ અને અભિનેતા શત્રુધ્ન સિન્હાએ જાહેરાત કરી છે કે કશું પણ થાય આવનારી લોકસભા ચૂંટણીમાં તે પટના સાહિબથી જ મેદાનમાં ઉતરશે. શત્રુધ્નએ કહ્યું હતું કે પરિસ્થિતિ કોઇપણ હોય લોકેશન તે જ રહેશે. જ્યારે પોતાની પત્ની પૂનમ સિન્હાના મેદાનમાં ઉતરવા વિશે કહ્યું હતું કે સમય આવવા દો, બધુ ખબર પડી જશે.
રાજનીતિક ગરમાવા વચ્ચે ગત દિવસોમાં લખનઉ આવેલા શત્રુધ્ન સિન્હાએ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે લાંબી વાતચીત કરીને ઘણી અટકળોને હવા આપી હતી. જોકે પાર્ટી તરફથી તેને શિષ્ટાચાર મુલાકાત ગણાવી હતી. શત્રુધ્નએ આ મુદ્દા પર મીડિયા સાથે કોઈ વાતચીત કરી ન હતી. આ મુલાકાત પછી કહેવામાં આવે છે કે પૂનમ સિન્હા એસપી-બીએસપી ગઠબંધનમાં સમાજવાદી પાર્ટીની ઉમેદવાર બની શકે છે.
પોતાની પત્ની પૂનમ સિન્હાને ચૂંટણીના મેદાનમાં ઉતરવા વિશે કહ્યું હતું કે પૂનમ ઘણા દિવસોથી સામાજિક કાર્યોમાં વ્યસ્ત છે. લોકો ઇચ્છે છે કે તે ચૂંટણી લડે પણ હું આગામી લોકસભા ચૂંટણી લડવા વિશે હાલ કશું કહી શકું નહીં.
શું પૂનમને એસપી-બીએસપી ગઠબંધનમાં સમાજવાદી પાર્ટી તરફથી ટિકિટની ઓફર થઈ છે તેવા સવાલના જવાબમાં કહ્યું હતું કે સમય આવવા દો બધું સ્પષ્ટ બની જશે.
છેલ્લા ઘણા સમયથી શત્રુધ્ન સિન્હા અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે બધુ ઠીક નથી. તેમણે ઘણી વખત પોતાનો અસંતોષ જાહેર કર્યો છે.એવી અટકળો છે કે શત્રુધ્ન સિન્હાના તેવર જોતા ભારતીય જનતા પાર્ટી આ વખતે પોતાનો ઉમેદવાર ન બનાવે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર