‘પાર્ટીમાં નેતૃત્વની ખોટ, અધ્યક્ષ પદ માટે પ્રિયંકા યોગ્ય’

News18 Gujarati
Updated: July 28, 2019, 10:35 PM IST
‘પાર્ટીમાં નેતૃત્વની ખોટ, અધ્યક્ષ પદ માટે પ્રિયંકા યોગ્ય’
‘પાર્ટીમાં નેતૃત્વની ખોટ, અધ્યક્ષ પદ માટે પ્રિયંકા યોગ્ય’

શશિ થરુરે સ્વિકાર કર્યો છે કે રાહુલ ગાંધીના રાજીનામા પછી નેતૃત્વની ખોટ હોવાથી પાર્ટીને વધારે નુકસાન થઈ રહ્યું છે

  • Share this:
રાહુલ ગાંધીના રાજીનામા પછી કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે હજુ સુધી કોઈ યોગ્ય ચહેરો મળ્યો નથી. આ મામલે વરિષ્ઠ નેતા શશિ થરુરે કહ્યું છે કે પ્રિયંકા ગાંધી પાર્ટીના નવા અધ્યક્ષ માટે સૌથી યોગ્ય ઉમેદવાર છે. શશિ થરુરે પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહના નિવેદનનું સમર્થન કરતા કહ્યું હતું કે આજે કોંગ્રેસ જ્યાં ઉભી છે ત્યાં પાર્ટીના અધ્યક્ષ પદ માટે કોઈ યુવા ચહેરો જ સૌથી યોગ્ય રહેશે.

શશિ થરુરે સ્વિકાર કર્યો છે કે રાહુલ ગાંધીના રાજીનામા પછી નેતૃત્વની ખોટ હોવાથી પાર્ટીને વધારે નુકસાન થઈ રહ્યું છે. કોંગ્રેસમાં સુધારનો એક રસ્તો એ હોઈ શકે છે કે સીડબલ્યુસી પાર્ટી માટે એક વચગાળાના કાર્યકારી અધ્યક્ષનું નામ જણાવે અને પછી તેને ભંગ કરી નાખે. આ પછી સીડબલ્યુસી સહિત પાર્ટીની અંદર મુખ્ય નેતૃત્વ ઉપર ચૂંટણી થાય.

થરુરે કહ્યું હતું કે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી(એઆઈસીસી) અને પ્રદેશ કોંગ્રેસ કમિટી(પીસીસી)માંથી લેવામાં આવેલ નેતાઓને એ નક્કી કરવાનો અધિકાર આપવામાં આવે તે આ મહત્વના પદોમાથી કોણ પાર્ટીનું નેતૃત્વ કરશે. થરુરે આશા વ્યક્ત કરી છે કે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે પાર્ટીની મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ પોતાનું નામ આગળ વધારશે. જોકે તેનો નિર્ણય ગાંધી પરિવારે કરવાનો છે કે પ્રિયંકા અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે કે નહીં.આ પણ વાંચો - અમિત શાહે કર્યો ખુલાસો, યોગી આદિત્યનાથને કેમ બનાવ્યા હતા CM?

શું પ્રિયંકા ગાંધી પાર્ટીનું નેતૃત્વ કરવા માટે યોગ્ય છે? આ સવાલ પર થરુરે કહ્યું હતું કે મને આશા છે કે તે પાર્ટી અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે. પ્રિયંકા પાસે સ્વાભાવિક કરિશ્મા છે. જે નિશ્ચિત રીતે પાર્ટી કાર્યકર્તાઓ અને મતદાતાઓને પ્રેરિત અને એકજુટ કરી શકે છે. તેની આ ખાસિયતના કારણે ઘણા લોકો તેની સરખામણી તેની દાદી અને પૂર્વ પાર્ટી અધ્યક્ષ દિવંગત ઇન્દિરા ગાંધી સાથે કરી રહ્યા છે.પાર્ટી અધ્યક્ષ પદમાં પોતાને રસ છે તેવા સવાલ પર થરુરે કહ્યું હતું કે હું ઇમાનદારીથી કહું તો મને નથી લાગતું કે આ મુદ્દે અટકળો લગાવવાની દૂર-દૂર સુધી કોઈ સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ 25 મે ના રોજ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામાની જાહેરાત કરી હતી. જોકે સીડબલ્યુસીએ રાજીનામાનો સ્વિકાર કર્યો નથી.
First published: July 28, 2019
વધુ વાંચો
अगली ख़बर