RSS માટે શિવલિંગ પર બેઠેલા વીછી જેવા છે પ્રધાનમંત્રી મોદી: શશિ થરુર

News18 Gujarati
Updated: October 29, 2018, 9:01 AM IST
RSS માટે શિવલિંગ પર બેઠેલા વીછી જેવા છે પ્રધાનમંત્રી મોદી: શશિ થરુર
કોંગ્રેસ નેતા શશિ થરુરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને વિવાદિત ટિપ્પણી કરી

શશિ થરુરે કહ્યું હતું કે મોદીત્વના કારણે એટલે કે મોદી+હિન્દુત્વના કારણે જ પીએમ મોદી આરએસએસથી ઉપર આવી જવા સક્ષમ રહ્યા છે

  • Share this:
કોંગ્રેસ નેતા શશિ થરુરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને વિવાદિત ટિપ્પણી કરી છે. બેંગલુરુમાં આયોજીત લિટરેચર ફેસ્ટિવલમાં લોકોને સંબોધિત કરતા શશિ થરુરે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શિવલિંગ પર બેસેલા વિંછીની જેમ છે. થરુરે કહ્યું હતું કે આરએસએસના એક સુત્રએ પત્રકારને કહ્યું હતું કે મોદી શિવલિંગ પરે બેસેલા એ વિંછી જેવા છે જેને તમે પોતાના હાથથી હટાવી શકતા નથી કે ચંપલ પણ મારી શકતા નથી.

શશિ થરુરે આ નિવેદન શનિવારે બેંગલુરુમાં આયોજીત લિટરેચર ફેસ્ટિવલમાં આપ્યું હતું. જ્યાં તે પોતાની બુક The Paradoxical Prime Minister'પર વાત કરી રહ્યા હતા.

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે શશિ થરુરે કહ્યું હતું કે મોદીત્વના કારણે એટલે કે મોદી+હિન્દુત્વના કારણે જ પીએમ મોદી આરએસએસથી ઉપર આવી જવા સક્ષમ રહ્યા છે.



કેન્દ્રીય સરકારની ટિકા કરતા થરુરે કહ્યું હતું કે પહેલા નિમણુક કરેલ અધિકારીઓને હવે પ્રધાનમંત્રી કાર્યાલયમાં હાજર રહેલા અધિકારીઓની સહમતિની રાહ જોવી પડે છે. આ જ કારણે હવે ગૃહમંત્રીને ખબર નથી હોતી કે સીબીઆઈ ડાયરેક્ટર બદલાવામાં આવી રહ્યો છે, વિદેશ મંત્રીને સરકારની વિદેશ નીતિમાં ફેરફારની જાણકારી નથી.
First published: October 28, 2018
વધુ વાંચો
अगली ख़बर