શૅરબજારમાં તેજી, નિફ્ટી 10400ની ઉપર

News18 Gujarati
Updated: March 12, 2018, 4:54 PM IST
શૅરબજારમાં તેજી, નિફ્ટી 10400ની ઉપર
શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 115 પૉઇન્ટનો ઉછાળો.

  • Share this:
આજે શેરબજારમાં મજબૂત ગ્લોબલ સંકેતોને કારણે અઠવાડિયાના પહેલા દિવસે જોરદાર તેજી જોવા મળી હતી. નિફ્ટી-સેન્સેક્સમાં બે ટકા જેટલો વધારા નોંધાયો હતો. નિફ્ટી ઊંચામાં 10433.65 સુધી પહોંચ્યો હતો, જ્યારે સેન્સેક્સ ઊંચામાં 33962.48 સુધી પહોંચ્યો હતો. છેલ્લે, નિફ્ટી 10421.40 પર, જ્યારે સેન્સેક્સ 3397.94ના પર બંધ રહ્યા હતા.

સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં આજે સારી ખરીદી જોવા મળી હતી. બીએસઇના મિડકેપ ઇન્ડેક્સ 0.75 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટીના મિડકેપ 100 ઇન્ડેક્સમાં એક ટકા જેટલો વધારો થયો હતો.. બીએસઈના સ્મોલકેપ ઇન્ડેક્સ 0.6 ટકા સુધીના વધારા સાથે બંધ રહ્યો હતો.

ઓટો, આઇટી, એફએમસીજી, ફાર્મા, કેપિટલ ગુડ્સ, મેટલ, ખાનગી બેંક, ઓઇલ-ગેસ અને પાવરના શેરોમાં આજે સારીએવી ખરીદી જોવા મળી હતી.. બેન્ક નિફ્ટી 1.5 ટકાના વધારા સાથે 24664.2ના સ્તરે બંધ રહ્યો હતો, જોકે નિફ્ટીના પીએસયુ બેન્કમાં થોડું દબાણ જોવા મળ્યું હતું.

આજે આઇટીસી, એનટીપીસી, ભારતી એરટેલ, વેદાન્તા, આઇઓસી, ટાટા સ્ટીલ ટાટા મોટર્સના શેરોના ભાવમાં 5.1-2.8 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે એસબીઆઇ 0.15 ટકા, કોલ ઇન્ડિયા 2.1 ટકા, અરવિંદો ફાર્મા 1.6 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

સ્મોલકેપ શેરોમાં નેટવર્ક 18, કેઆરબીએલ, ધામપુર શુગર, નેલ્કો, સાંઘી ઇન્ડસ્ટ્રીઝના શેરોના ભાવમાં 11.1-6.7 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે કે મોનેટ સ્ટીલ, આરતી ડ્રગ્સ, આંધ્ર બેંક, વોટરબેસ, એવરેડી ઇન્ડસ્ટ્રીઝના શેરોના ભાવમાં 6.9-5.4 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

મિડકેપ શેરોમાં સેઇલ, જિંદાલ સ્ટીલ, રિલાયન્સ કેપિટલ, અદાણી એન્ટરપ્રાઇઝ, એમ્ફેસિસના શેરોના ભાવમાં 5.15-3.8 ટકા સુધીનો વધારો નોંધાયો હતો, જ્યારે યુનિયન બેન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, આઇડીબીઆઇ બેંક, સીજી કન્ઝ્યુમર અને જેએસડબ્લ્યુ એનર્જીના શેરોના ભાવમાં 8.5-2.3 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.છેલ્લે, બીએસઇના 30 શેરોવાળા ઇન્ડેક્સ સેન્સેક્સ 610.80 પૉઇન્ટ અથવા 1.83 ટકાના વધારા સાથે 33917.94ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે એનએસઇના 50 શેરોવાળા ઇન્ડેક્સ નિફ્ટી 194.5 પૉઇન્ટ અથવા 1.90 ટકાના વધારા સાથે 10421.40ના સ્તરે બંધ રહ્યો હતો.
First published: March 12, 2018, 4:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading