શરદ પવારે ફડણવીસને આપી સલાહ, અયોધ્યાના નિર્ણય પહેલા બનાવી લેવી જોઈએ સરકાર

News18 Gujarati
Updated: November 1, 2019, 7:09 PM IST
શરદ પવારે ફડણવીસને આપી સલાહ, અયોધ્યાના નિર્ણય પહેલા બનાવી લેવી જોઈએ સરકાર
શરદ પવારે ફડણવીસને આપી સલાહ, અયોધ્યાના નિર્ણય પહેલા બનાવી લેવી જોઈએ સરકાર

બીજેપી અને શિવસેનાની જવાબદારી છે કે મહારાષ્ટ્રમાં સરકાર બનાવે - શરદ પવાર

  • Share this:
નવી દિલ્હી : મહારાષ્ટ્ર (Maharashtra)વિધાનસભા ચૂંટણી પછી રાજ્યમાં નવી સરકાર બનાવવાને લઈને ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે એનસીપી (NCP) પ્રમુખ શરદ પવારે (Sharad Pawar) દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) સરકારને સલાહ આપી છે. CNN-NEWS18 સાથે વાતચીત કરતા શરદ પવારે કહ્યું હતું કે અયોધ્યા કેસમાં આવનાર સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા મહારાષ્ટ્રમાં સરકાર બનાવી લેવી જોઈએ. તેમણે કહ્યું હતું કે બધા લોકો જાણે છે કે અયોધ્યા ઉપર ગત વખતે મુંબઈમાં શું થયું હતું. શરદ પવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં નવી સરકાર હવે બનાવી લેવી જોઈએ.

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીની ખુરશી મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે શિવસેના (ShivSena)ના સંજય રાઉતે (Sanjay Raut)ગુરુવારે એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. મુલાકાત પછી સંજય રાઉતે કહ્યું હતું કે શરદ પવારને દીવાળીની શુભકામના આપવા ગયો હતો. સાથે કહ્યું હતું કે બંનેએ મહારાષ્ટ્રની રાજનીતિ ઉપર પણ ચર્ચા કરી હતી.

આ પણ વાંચો - ખેડૂતની માંગણી: BJP-શિવસેના નક્કી ન કરે ત્યાં સુધી મને CM બનાવો!

બીજી તરફ શરદ પવારે કહ્યું છે કે તેમની શિવસેના સાથે કોઈ પ્રકારની વાત થઈ નથી. આ બીજેપી અને શિવસેનાની જવાબદારી છે કે મહારાષ્ટ્રમાં સરકાર બનાવે. તેમણે એ વાત પણ ફગાવી દીધી હતી કે તેમની પાર્ટી મહારાષ્ટ્રમાં સ્થાયી સરકાર માટે બીજેપીનો સાથ આપશે.

આ પહેલા રાજ્યસભા સાંસદ અને શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે કહ્યું હતું કે શિવસેના જ્યારે ઇચ્છે ત્યારે સરકાર બનાવી શકે છે. મહારાષ્ટ્રની જનતા ઇચ્છે છે કે મુખ્યમંત્રી શિવસેનાનો બને.
First published: November 1, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...