દેશમાં 1977 જેવી સ્થિતિ, વિપક્ષોને એક થવાની જરૂર: પવાર

 • Share this:
  એનસીપીના પ્રમુખ શરદ પવારે કહ્યું કે અત્યારની પેટાચૂંટણીમાં બીજેપીનું ખરાબ પ્રદર્શન 'કોઇ નાની વાત નથી.'  તેમણે બીજેપી વિરુદ્ધ વિપક્ષ સામે એક મંચ પર આવવાનું આહવાન કર્યું અને કહ્યું કે જેમાં હું એકજુટતાના સૂત્રધારીની ભૂમિકા નિભાવવા માટે તૈયાર છું. તેમણે કહ્યું કે દેશમાં 1977 જેવી સ્થિતિ છે, ત્યારે વિપક્ષી દળોના ગઠબંધને ઇન્દિરા ગાંધીને સત્તામાંથી બહાર કર્યા હતાં.

  તેમણે આ વાત ભંડારા-ગોંદિયાથી પોતાની પાર્ટીના નવનિર્વાચિત સાંસદ મધુકર કુકડે સાથે મુલાકાત કર્યા પછી કહી. પવારે સંવાદદાતાઓને કહ્યું કે, ' પૂર્વમાં એવા પ્રસંગ પણ હતાં જ્યારે પેટાચૂંટણીમાં મળેલી હારનું પરિણામ તે સમયની સરકારની હારના રૂપે પણ મળી છે.'

  તેમણે 1977ને પણ યાદ કર્યું જ્યારે વિપક્ષી એકતાથી ઇન્દિરા ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારની હાર થઇ હતી. તેમણે તે અનુસંધાનમાં કહ્યું કે એવી જ સ્થિતિ હવે બની રહી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું, "બીજેપીને લોકોની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખવી જોઇએ. "

  તેમણે કહ્યું કે રાજ્યોમાં મજબૂતી સાથે સામે આવનાર દળોએ (જેવા કે કેરળમાં વામ, કર્ણાટકમાં જેડીએસ, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ,પંજાબ,રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, આંધ્રમાં તેદેપા, તેલંગાણામાં ટીઆરએસ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને મહારાષ્ટ્રમાં એનસીપી) સાથે રહેવું જોઇએ. ગત સપ્તાહ વિપક્ષી દળો લોકસભા અને વિધાનસભા ઉપચૂંટણીમાં 14 સીટોમાંથી 11 પર જીત્યા હતાં.

  મહારાષ્ટ્રના નેતા પવારે કહ્યું કે, આવનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા ભાજપની સામે સમાન વિચારધારાવાળા દળોને એકસાથે લાવવામાં મને ખુશી થશે. તેમણે આ ઉપરાંત કહ્યું કે મે ઘણી ચૂંટણી જોઇ છે પરંતુ સત્તાનો આવો દૂરપયોગ નથી જોયો. જિલ્લા તંત્ર (મહારાષ્ટ્રમાં ભંડારા-ગોદિંયા પેટાચૂંટણી સંદર્ભે) શનિવાર અને રવિવારના રોજ બેંક ખોલવાનો આદેશ આપે છે જેનાથી મતદાન પહેલા લાભાર્થીઓના ખાતાઓમાં ધન આવી શકે. નોંધનીય છે કે ગોંદિયાના જિલ્લા કલેક્ટર અભિમન્યુ કાલેને ઇવીએમમાં ચેડાના ઘણાં સમાચાર મળ્યાં પછી સિફ્ટ કરી દેવામાં આવ્યાં હતાં.
  Published by:Kaushal Pancholi
  First published: