સાક્ષી મહારાજે રાહુલ ગાંધીને ન કહેવાનું કહ્યું, કોંગ્રેસીઓ થઈ ગયા લાલચોળ

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 6, 2017, 2:32 PM IST
સાક્ષી મહારાજે રાહુલ ગાંધીને ન કહેવાનું કહ્યું, કોંગ્રેસીઓ થઈ ગયા લાલચોળ

  • Share this:

મહારાજના વેશમાં રહેલ રાજકારણીઓએ ગુજરાત ઈલેક્શનને ધ્યાનમાં રાખીને નિવેદન આપવામાં માજા મૂકી દીધી છે. પોતાના નિવેદનોથી હંમેશા ચર્ચામાં રહેનાર બીજેપી સાંસદ સાક્ષી મહારાજે એકવાર ફરીથી વિવાદિત નિવેદન આપ્યું છે તેમને વિવાદાસ્પદ ટિપ્પણી કરતાં રાહુલને ના કહેવાનું કહી નાંખ્યું હતું. મહારાજે રાહુલ ગાંધીને ખિલજીની ઓલાદ ગણાવ્યો હતો. સાક્ષી મહારાજે રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું કે, હાલમાં તેઓ મંદિરે-મંદિરે ફરી રહ્યાં છે, જ્યારે બીજી બાજુ તેમની પાર્ટીના કપિલ સિબ્બલ કોર્ટમાં મંદિરનો વિરોધ કરી રહ્યાં છે. સાક્ષીએ કહ્યું કે, જો મંદિર 2019થી પહેલા બનશે નહી તો તે દેશના લાકો સાથે અન્યાય થશે.


જાણકારી અનુસાર બાબરી વિધ્વંસની આજે 25મી વરસી છે, જેના કારણે એકવાર ફરીથી જુની યાદો ફરીથી તાજી થઈ ગઈ છે. ગુજરાત ઈલેક્શન અને રામ મંદિરને લઈને નેતાઓ વચ્ચે નિવેદનબાજી ચાલું છે. ભાજપ નેતા જીવીએલ નરસિમ્હા રાવે પણ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને નિશાન પર લેતા તેમને બાબર ભક્ત ખિલજીનો સંબંધી ગણાવી નાંખ્યો હતો. રાવે ટ્વિટ કરીને કહ્યું કે, અયોધ્યામાં રામમંદિરનો વિરોધ કરનાર રાહુલ ગાંધીએ ઓવેસિસ, જિલાનિસ સાથે હાથ મિલાવી દીધો છે.


જણાવી દઈએ કે, બાબરી વિધ્વંસ બાબતે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ મંગળવારે રાહુલ ગાધીથી પ્રશ્ન પૂછ્યો હતો. શાહે પૂછ્યું કે, રામ મંદિરને લઈને તમારી પાર્ટી અને તમારૂ સ્ટેન્ડ શું છે? અમિત શાહે પ્રેસ કોન્ફ્રન્સ કરીને જણાવ્યું કે, રામ મંદિરના મુદ્દા બાબતે ભાજપા ઈચ્છે છે કે, ઝડપીમાં ઝડપી આ મુદ્દા પર સુપ્રિમ કોર્ટમાં સુનવણી થાય અને તેનો નિર્ણય લેવામાં આવે. ઉલ્લેખનિય છે કે, ભાજપાવાળાઓને ઈલેક્શન આવતાની સાથે જ રામ યાદ આવી જાય છે. આમ વર્ષોથી રામ મંદિરના મુદ્દા પર ચૂંટણી લડતી બીજેપીએ એક વખત ફરીથી ભગવાન રામના નામનો સહારો લેવાનું ચાલું કરી દીધું છે. તે ઉપરાંત મુસ્લિમ શાસકોને ખરાબ ચિતરીને રાહુલ ગાંધીને તેમના વંશજ કહેવાનું શરૂ કરીને કોમવાદનું રાજકારણ શરૂ કરી દીધું છે.First published: December 6, 2017
વધુ વાંચો
अगली ख़बर