સેન્સેક્સમાં 91 પૉઇન્ટ વધારો, નિફ્ટી 10480ના સ્તરે

News18 Gujarati
Updated: April 13, 2018, 5:39 PM IST
સેન્સેક્સમાં 91 પૉઇન્ટ વધારો, નિફ્ટી 10480ના સ્તરે
સેન્સેક્સમાં 91 પૉઇન્ટ વધારો, નિફ્ટી 10481ના સ્તરે.
News18 Gujarati
Updated: April 13, 2018, 5:39 PM IST
આજે અઠવાડિયાના છેલ્લે દિવસે શેરબજારમાં ભારે ઉપર-નીચે જોવા મળ્યું હતું, જોકે છેલ્લે, વધારા સાથે બંધ રહ્યું હતું. ઉપલા સ્તરેથી ઘટાડા આવ્યા બાદ સેન્સેક્સમાં છેલ્લા એક કલાકમાં સારીએવી રિક્વરી આવી હતી અને 91.52 પૉઇન્ટના વધારા સાથે 34192.65 પર બંધ આવ્યો હતો. નિફ્ટી પણ નીચામાં 10450 સુધી આવ્યા બાદ રિકવરી થઈને 10480.60 પર બંધ રહ્યો હતો.

સ્મોલકેપ-મિડકેપ શેરોમાં ખરીદી જોવા મળી હતી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.46 ટકાના વધારા સાથે 16677.76ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં પણ 0.53 ટકાના વધારા સાથે 19676.20ના સ્તરે બંધ રહ્યો હતો. બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સ 0.26 ટકાના વધારા સાથે 17981.99ના સ્તરે બંધ રહ્યો હતો.

આજે ફાર્મા, રિયલ્ટી, આઈટી, મેટલ, પાવર શેરોમાં આવેલી ખરીદીને કારણે બજારને ટેકો મળ્યો, જ્યારે પીએસયુ બેન્ક, એફએમસીજી, કેપિટલ ગુડ્ઝ અને ઑઇલ, ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી ફ્લેટ થઈને 25200.60ને સ્તર બંધ રહ્યો હતો.

આજે ડૉ. રેડ્ડીઝ, અદાણી પોર્ટ્સ, ટેક મહિન્દ્રા, કોટક મહિન્દ્રા બેન્ક હિંડાલ્કો, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, વિપ્રોના શેરોના ભાવમાં 1.4--2.9 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે HPCL, BPCL, IOC,એચસીએલ ટેક, ભારતી એરટેલ, બજાજ ફિનસર્વ, મારુતિ સુઝુકી, યસ બેંક, એસબીઆઈના શેરોના ભાવમાં 0.70-3.02 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

સ્મોલકેપ શેરોમાં ચંબલ ફર્ટિ., રાષ્ટ્રીય કેમિ, ઈન્ડિયાબુલ્સ વેનચર્સ, સોરિલ ઈન્ફ્રા, એમબીએલ ઈન્ફ્રા અને આઈઓએલ કેમિકલ્સના શેરોના ભાવમાં 9.97-14.13 ટકા સુધીનો વધારો નોંધાયો હતો, જ્યારે મર્ક ઈલેક્ટ્રોનિક્સ, તલવલકર્સ ફિટનેસ, ક્રિધન ઈન્ફ્રા, ધામપુર શુગર, ગ્લેનેટ ઈસ્પાતના શેરોના ભાવમાં 5.44-10 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

મિડકેપ શેરોમાં ટીવીએસ મોટર્સ, ગ્લેનમાર્ક, ઈન્ડિયન હોટલ્સ, સેઇલ, અશોક લેલેન્ડના શેરોના ભાવમાં 4.5-3.1 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે વક્રાંગી, મેક્સ ફાઈનાન્શિયલ, ભારત ઈલેક્ટ્રોનિક, એમ્ફેસિસ, ગ્લેક્સો સ્મિથ, જીએસકે કન્ઝ્યુમર, બીઇએલના શેરોના ભાવમાં 3.4-2.1 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

છેલ્લે, બીએસઈના 30 શેરોવાળા ઇન્ડેક્સ સેન્સેક્સ 91.5269 પૉઇન્ટ અથવા 0.27 ટકાના વધારા સાથે 34192.65ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે એનએસઈના 50 શેરોવાળા ઇન્ડેક્સ નિફ્ટી 21.95 પૉઇન્ટ અથવા 0.21 ટકાના વધારા સાથે 10480.60ના સ્તરે બંધ રહ્યો હતો.
First published: April 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर