સેન્સેક્સમાં 139 પૉઇન્ટનો વધારો, નિફ્ટી 10150ની પાસે

સેન્સેક્સમાં 35 પૉઇન્ટનો વધારો, નિફ્ટી 10590ની નજીક.

  • Share this:
    શેરબજારમાં સુધારા સાથે આજે શરૂઆત થઈ હતી. નિફ્ટી ઊંચમાં 10227.3 સુધી પહોંચ્યો હતો, જ્યારે સેન્સેક્સ ઊંચામાં 33355 સુધી પહોંચ્યો હતો, પરંતું ઉપરા સ્તરે બજાર ટકવામાં સફળ રહ્યું ન હતું. છેલ્લે, નિફ્ટી 10150ની પાસે બંધ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ 33130ની પાસે બંધ રહ્યો હતો.

    ભલે સ્મોલકેપ અને મિડકેપ ઈન્ડેક્સમાં વધારો થયો, પણ અહીં જાણે જોરદાર વધારો ગાયબ થઈ ગયો હોય એવું લાગે છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.25 ટકાના વધારાની સાથે 16031.7ના સ્તરે બંધ રહ્યો હતો. આજો બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 16188.6 સુધી પહોંચ્યો હતો. નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સ 0.4 ટકા વધીને 18906.75ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સ 19066.2 સુધી પહોંચ્યો હતો. બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સ 0.3 ટકા વધીને 17244.4ના સ્તરે બંધ રહ્યો હતો. બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સ 17421.3 સુધી પહોંચ્યો હતો.

    એફએમસીજી, બેન્કિંગ, રિયલ્ટી, કેપિટલ ગુડ્ઝ, પાવર,ઑઇલ-ગેસ શેરોમાં ખરીદી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી 0.4 ટકા વધારાની સાથે 24255.6ના સ્તરે પર બંધ રહ્યો હતો. આજે મીડિયા, મેટલ, ફાર્મા શેરો અને ઑટો શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.

    આજે ભારતી ઈન્ફ્રાટેલ, બજાજ ફાઈનાન્સ, એનટીપીસી, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, બીપીસીએલ અને એલટી 1.-4.5 ટકા સુધી વધીને બંધ થયા છે, જ્યારે ટાટા સ્ટીલ, બૉશ, અદાણી પોર્ટ્સ, આઈશર મોટર્સ, હિરો મોટોકૉર્પ, ઈન્ફ્રાટેલ અને ઓરબિંદો ફાર્મા 0.8-1.84 ટકા સુધી ઘટીને બંધ રહ્યા હતા.

    મિડકેપ શેરોમાં રિલાયન્સ કૉમ્યુનિકેશન્સ, વક્રાંગી, આઈડીબીઆઈ બેન્ક, એમએન્ડએમ ફાઈનાન્શિયલ અને સીજી કન્ઝ્યુમર્સ 3.02-8.9 ટકા સુધી મજબૂત થઈને બંધ થયા છે. જોકે યુનાઈટેડ બ્રુઅરીઝ, ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ, સન ટીવી નેટવર્ક અને રાજેશ એક્સપોર્ટ 1.75-4.95 ટકા સુધી ગગડીને બંધ રહ્યા હતા.

    સ્મોલકેપ શેરોમાં ટીવી ટુડે નેટવર્ક, ગ્રીનપ્લાય, બલરામપુર ચીની, અશોકા બિલ્ડકોન અને રેડિકો ખૈતાન 6.80-15.8 ટકા સુધી ઊછળીને બંધ રહ્યા હતા. જોકે વેલ સ્પન કૉર્પ, ડીબી રિયલ્ટી, ઓકે પ્લે 4.72-6.22 ટકા સુધી તૂટીને બંધ રહ્યા હતા.

    છેલ્લે, બીએસઈના 30 શેરોવાળા ઈન્ડેક્સ સેન્સેક્સ 139.42 પૉઇન્ટ 0.42 ટકાના વધારા સાથે 33136.18ના સ્તરે બંધ રહ્યો હતો. એનએસઈના 50 શેરોવાળા ઈન્ડેક્સ નિફ્ટી 30.90 પૉઇન્ટ અથવા કે 0.31 ટકાના વધારા સાથે 10155.25ના સ્તરે બંધ રહ્યો હતો.
    Published by:Sanjay Joshi
    First published: