Home /News /india /

સેન્સેક્સમાં 236 પૉઇન્ટનું ગાબડું, નિફ્ટી 10400ની નીચે બંધ

સેન્સેક્સમાં 236 પૉઇન્ટનું ગાબડું, નિફ્ટી 10400ની નીચે બંધ

નિફ્ટીમાં 106.35 પૉઇન્ટ અને સેન્સેક્સમાં 306 પૉઇન્ટનો ઘટાડો.

    આજે બજારમાં અઠવાડિયાના પહેલા દિવસની શરૂઆત સારી રહી ન હતી. નિફ્ટી-સેન્સેક્સમાં આશરે 0.7 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટીએ નીચામાં 10302.75 સુધી ગબડી ગયો હતો, જ્યારે સેન્સેક્સ નીચામાં 33354.4 સુધી ઊતરી ગયો હતો. અંતમાં, નિફ્ટી 10380ની પાસે બંધ રહ્યો હતો અને સેન્સેક્સ 33800ની પાસે બંધ રહ્યો હતો. દિવસના નીચલા સ્તરથી નિફ્ટીમાં 75 પૉઇન્ટ, જ્યારે સેન્સેક્સમાં 220 પૉઇન્ટની રિકવર જોવા મળી હતી.

    સ્મોલકેપ અને મિડકેપના શેરોમાં આજે પણ દબાણ જોવામાં મળ્યું હતું. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ એક ટકા ઘટીને 16429ના સ્તરે બંધ રહ્યો હતો છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં પણ 1.1 ટકાના ઘટાડાની સાથે 19491ના સ્તરે બંધ રહ્યો હતો. બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સ એક ટકા સુધીના ઘટાડા સાથે 17857ના સ્તરે બંધ રહ્યો હતો.

    બીએસઈના 30 શેરોવાળા ઈન્ડેક્સ સેન્સેક્સમાં 236.10 પૉઇન્ટ અથવા 0.69 ટકાના ઘટાડાની સાથે 33774.66ના સ્તરે બંધ રહ્યો હતો. છે, જ્યારે એનએસઈના 50 શેરોવાળા ઈન્ડેક્સ નિફ્ટીમાં 73.90 પૉઇન્ટ અથવા 0.71 ટકાના ઘટાડા સાથે 10387.40ના સ્તરે બંધ રહ્યો હતો.

    બજારમાં આજે એફએમસીજી, મેટલ,ફાર્મા, પાવર અને ઓઇલ-ગેસ,પાવર, ઓટો, આઈટી, પીએસયુ બેન્ક, રિયલ્ટી, કેપિટલ ગુડ્ઝના શેરોના ભાવમાં વધુ વેચવાલી જોવા મળી હતી. નિફ્ટીના આઈટી ઈન્ડેક્સમાં 0.9 ટકા, ઓટો ઈન્ડેક્સમાં 1.25 ટકા, મેટલ ઈન્ડેક્સમાં 1.7 ટકા, એફએમસીજી ઈન્ડેક્સમાં 0.7 ટકા, ફાર્મા ઈન્ડેક્સમાં 1.7 ટકા અને પીએસયુ બેન્ક ઈન્ડેક્સમાં 2.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. બેન્ક નિફ્ટી 0.4 ટકાના ઘટાડા સાથે 25058.5ના સ્તરે બંધ રહ્યો હતો.

    આજે એલએન્ડટી, ડૉ.રેડ્ડીઝ, ટાટા સ્ટીલ, બજાજ ઓટો, અદાણી પોર્ટ્સ, એમએન્ડએમ, એચસીએલ ટેકના શેરોના ભાવમાં 2.31-5.76 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે કોલ ઈન્ડિયા, ઈન્ફ્રાટેલ, રિલાયન્સ, વેદાંતા, કોટક મહિન્દ્રા બેન્ક, એક્સિસ બેન્કના શેરોના ભાવમાં 0.57-0.78 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

    સ્મોલકેપ શેરોમાં એનઆઈઆઈટી ટેક, ગિતાજંલિ જેમ્સ, ફ્યુચર એન્ટરપ્રાઈઝ ડીવીઆર, અલ્હાબાદ બેન્ક, સિન્ડિકેટ બેન્કના શેરોના ભાવમાં 6.5-10 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે રેન ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડો કાઉન્ટ, મોનેત ઈસ્પાત, ભૂષણ સ્ટીલ, ફોર્ટિસ હેલ્થકેરના શેરોના ભાવમાં 6.5-19.93 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

    મિડકેપ શેરોમાં બેન્ક ઑફ ઈન્ડિયા, સન ટીવી નેટવર્ક, યુનિયન બેન્ક, ઈન્ડિયા, પેટ્રોનેટ એલએનજીના શેરોના ભાવમાં 3.9-6.5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે આઈડીબીઆઈ બેન્ક, યુનાઈટેડ બ્રેવરેજીસ,અપોલો હોસ્પિટલ્સ, ઓરેકલ ફાઈનાન્સ સર્વિસીસના શેરોના ભાવમાં 2.7-4.9 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: BSE, Business, NSE, Share marcket, નિફ્ટી, સેન્સેક્સ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन