Home /News /india /સેન્સેક્સમાં 113 પૉઈન્ટનો ઘટાડો, નિફ્ટી 10475ની પાસે

સેન્સેક્સમાં 113 પૉઈન્ટનો ઘટાડો, નિફ્ટી 10475ની પાસે

નિફ્ટીમાં 106.35 પૉઇન્ટ અને સેન્સેક્સમાં 306 પૉઇન્ટનો ઘટાડો.

    આજે સારા ગ્લોબલ સંકેતોને કારણે શેરબજારમાં સારી શરૂઆત જોવા મળી હતી. નિફ્ટી આજે 10,614 સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ 34,666 સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો. જોકે ઉપલા સ્તરે નફારૂપી વેચવાલી આવતાં બજારમાં છેલ્લે ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી 10,475ની પાસે અને સેન્સેક્સ 34,100ની નજીક બંધ.

    મિડકેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું છે. બીએસઇનો મિડકેપ ઇન્ડેક્સ લગભગ 0.5 ટકા સુધી વધી 16,351ના સ્તરે બંધ રહ્યો હતો. બીએસઈનો મિડકેપ ઇન્ડેક્સ ઊંચામાં 16,567.2 સુધી પહોંચ્યો હતો. નિફ્ટીનો મિડકેપ 100 ઇન્ડેક્સ 0.4 ટકા વધીને 19,480.2 સુધી પહોંચ્યો હતો. એનએસઈનો મિડકેપ 100 ઈન્ડેક્સ 16,765 સુધી પહોંચ્યો હતો. બીએસઈનો સ્મોલકેપ ઇન્ડેક્સ 2 ટકા મજબૂતાઈ સાથે 17,732ની સપાટીએ બંધ રહ્યો હતો.

    અંતે, બીએસઇના 30 શેરોવાળો ઇન્ડેક્સ સેન્સેક્સ 113.23 પૉઇન્ટ અથવા 0.33 ટકાના ઘટાડા સાથે 34,082.71ની સપાટીએ બંધ રહ્યો હતો. એનએસઇનો 50 શેરોવાળો ઇન્ડેક્સ નિફ્ટી 21.55 પૉઇન્ટ અથવા 0.21 ટકાના ઘટાડા સાથે 10,476.70ની સપાટીએ બંધ રહ્યો હતો.

    બેંકિંગ, આઇટી અને કેપિટલ ગુડ્સના શેર્સમાં વેચવાલીથી બજાર પર દબાણ ઊભું થયું હતું. બેન્ક નિફ્ટી 0.5 ટકાના ઘટાડા સાથે 25,670ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીના આઇટી ઇન્ડેક્સમાં 0.9 ટકા અને BSEના કેપિટલ ગુડ ઇન્ડેક્સમાં 0.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે આજે રિયલ્ટી, ફાર્મા, મેટલ, ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઇલ-ગેસના શેરોમાં સારીએવી ખરીદી જોવા મળી હતી.

    આજે એચપીસીએલ, અરવિંદો ફાર્મા, કોલ ઈન્ડિયા, ઓએનજીસી, ટાટા પાવર, બીએચઇએલ, એશિયન પેઇન્ટસ અને ટાટા મોટર્સના શેરોના ભાવમાં 5-0.8 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતા. જોકે અંબુજા સિમેન્ટ, ભારતી એરટેલ, ભારતી ઇન્ફ્રાટેલ, વેદાન્તા, વિપ્રો, એલએન્ડટી, યસ બેન્ક અને એચડીએફસી બેન્કના શેરોના ભાવમાં 2.75-0.8 ટકા સુધીના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.

    મિડકેપ શેરોમાં ઈન્ડિયા ઈલેક્ટ્રોનિક્સ, ટાટા ગ્લોબલ બિવરેજીઝ, અશોક લેલેન્ડ અને કેસ્ટ્રોલના શેરોના ભાવમાં 6-4.6 ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો. જોકે યુનાઈટેડ બ્રુઅરીઝ, બેર ક્રૉપ, શ્રીરામ ટ્રાન્સપોર્ટ, ઇન્ડિયન હોટલ્સ અને પેજ ઇન્ડસ્ટ્રીઝના શેરોના ભાવમાં 4.2-2.4 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

    સ્મોલકેપ શેરોમાં એચઇજી, સેન્ચ્યુરી પ્લાઈ, ઈન્ડિયા ગ્લાયકોલ્સ અને લિબર્ટી શૂઝના શેરોના ભાવમાં 20-13.8 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. જોકે નૅટકો ફાર્મા, ક્યુપિડ, કેપિટલ ટ્રસ્ટ, વી-માર્ટ રિટેલ અને વક્રાંગીના શેરોના ભાવમાં 8.1-5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: BSE, Business, NSE, Sharemarket, નિફ્ટી, સેન્સેક્સ

    विज्ञापन
    विज्ञापन