શૅરબજારમાં તેજી, સેન્સેક્સમાં 294 પૉઇન્ટનો વધારો

News18 Gujarati
Updated: February 12, 2018, 7:35 PM IST
શૅરબજારમાં તેજી, સેન્સેક્સમાં 294 પૉઇન્ટનો વધારો
સેન્સેક્સમાં 294 પૉઇન્ટ, જ્યારે નિફ્ટીમાં 84 પૉઇન્ટનો વધારો.
News18 Gujarati
Updated: February 12, 2018, 7:35 PM IST
છેલ્લા અઠવાડિયે મોટો ઘટાડો આવ્યા બાદ આજે સ્થાનિક બજારોમાં નવા અઠવાડિયાની સારી શરૂઆત થઈ છે. સેન્સેક્સ 294.71 પૉઇન્ટ, જ્યારે નિફ્ટીમાં 84.80 પૉઇન્ટનો વધારો નોંધાયો છે.

આજે બજારમાં મિડિકેપ અને સ્મોલકેપમાં ફરીવાર સારી ખરીદી જોવા મળી હતી. બીએસઇના મિડકેપ ઇન્ડેક્સમાં એક ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઇન્ડેક્સમાં મજબૂતાઈ જોવા મળી હતી. બીએસઈના સ્મોલકેપ ઇન્ડેક્સમાં તેજી જોવા મળી હતી.

બીએસઈનો 30 શેરોવાળો ઈન્ડેક્સ સેન્સેક્સ 294.71 પૉઇન્ટ અથવા 0.87 ટકાના વધારાની સાથે 34300.47 પર બંધ રહ્યો હતો, જ્યારે એનએસઈનો 50 શેરોવાળો ઈન્ડેક્સ નિફ્ટી 84.80 પૉઇન્ટ અથવા 0.81 ટકાના વધારા સાથે 10539.75 પર બંધ રહ્યો હતો.

માર્ચ સુધી વિશ્વભરનાં બજારોમાં ઘટાડાની આશંકા!

કોમોડિટીગુરુ જિમ રોજર્સનું માનવું છે કે વૈશ્વિક બજારોમાં ઘટાડો લાંબા સમય સુધી બાકી હતો. ક્રૂડમાં વધુ ઘટાડો થવાની શક્યતા નથી. યુએસ સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વની બેઠક પહેલાં અમેરિકન શેરબજાર નબળું રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એલટીસીજી ટેક્સ (લોંગ ટર્મ કેપિટલગેઇન્સ ટેક્સ)ને કારણે ભારતમાં રોકાણ પર અસર પડશે. આ સમયે રોકાણ માટે એગ્રી સેક્ટર પસંદ કરવું ફાયદાકારક રહેશે. ભારતમાં આ સમયમાં નાણાં-રોકાણની સલાહ આપવામાં આવતી નથી, જોકે ડોલર, એગ્રી સાથે જોડાયેલા વ્યવસાયમાં રોકાણ કરી શકાય છે.
First published: February 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर