સેન્સેક્સમાં 115 પૉઇન્ટનો ઉછાળો, નિફ્ટી 10250ની પાસે

શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 115 પૉઇન્ટનો ઉછાળો.

  • Share this:
    આજે શેરબજારમાં ખરાબ ગ્લોબલ સ્રોતોના સંકેત આવ્યા છતાં સ્થાનિક બજારમાં મજબૂતાઈ જોવા મળી હતી. સેન્સેક્સમાં 0.35 ટકા અને નિફ્ટીમાં 0.33 ટકાનો વધારો નોંધાયો હતો. નિફ્ટી 10,250ની નજીક બંધ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ 33,350ની ઉપર બંધ રહ્યો હતો. નિફટી નીચામાં 10,171 સુધી અને સેન્સેક્સ 33,154 સુધી ઊતરી ગયા હતા.

    સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં સારી ખરીદી જોવા મળી હતી. બીએસઈનો મિડકેપ ઇન્ડેક્સ લગભગ 0.88 ટકા વધ્યો હતો, જ્યારે નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 1.25 ટકા વધ્યો છે. બીએસઈનો સ્મોલકેપ ઇન્ડેક્સ 1.4 ટકા વધ્યો હતો.

    ઓટો, મેટલ, બૅન્કિંગ, ફાર્મા, કેપિટલ ગુડ્સ, પાવર અને ઓઇલ એન્ડ ગેસના શેરોમાં ખરીદીથી આવવાથી બજારને ટેકો મળ્યો હતો. બૅન્ક નિફ્ટી 0.75 ટકા વધી 24,510.60ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીનો પીએસયુ બેંક ઇન્ડેક્સમાં 1.65 ટકા, ઓટો ઇન્ડેક્સમાં 0.86 ટકા, મેટલ ઇન્ડેક્સમાં 0.57 ટકા, ફાર્મા ઇન્ડેક્સમાં 0.51 ટકા, મિડિયા ઇન્ડેક્સમાં 0.95 ટકા, એનર્જી ઇન્ડેક્સમાં 0.78 ટકા, ઇન્ફ્રા ઇન્ડેક્સમાં 0.85 ટકા, રિયલ્ટી ઇન્ડેકસમાં 0.51 ટકાનો વધારો નોંધાયો છે, જ્યારે આઇટી ઇન્ડકેસમાં 0.72 ટકા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના ઇન્ડેક્સમાં 0.60 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

    આજે ભારતી એરટેલ, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ, આઈસીઆઈસીઆઈ બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એચપીસીએલ, યસ બૅન્ક, ટાટા મોટર્સ ડીવીઆરના શેરોના ભાવમાં 4.5-1.8 ટકા સુધીનો વધારો નોંધાયો હતો, જ્યારે હિંદાલ્કો, ટેક મહિન્દ્રા, વિપ્રો, એલએન્ડટી, ONGC,ટાઇટન, અદાણી પોર્ટ્સ, એચડીએફસી બેંકના શેરોના ભાવમાં 3.8-0.7 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

    મિડકેપ શેરોમાં કમિન્સ, વોકહાર્ટ, એનબીસીસી, જેએસડબ્લ્યુ એનર્જીના શેરોના ભાવમાં 5.9-3.9 ટકા સુધીનો વધારો નોંધાયો હતો, જ્યારે વ્હલપૂલ, વક્રાંગી, ટીવીએસ મોટર, જીઇ ટીએન્ડડી, હોમ ફાઇનાન્સના શેરોના ભાવમાં 5-1.75 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતા.

    સ્મોલકેપ શેરોમાં એલજી બાલકૃષ્ણન, મોનેત ઇસ્પાત, ડેલ્ટા કૉર્પ, એક્સલ ઇન્ડસ્ટ્રીઝ, મધુકોન પ્રોજેક્ટ્સના શેરોના ભાવમાં 19.8-11.1 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે જીઇ પાવર ઇંડિયા, તલવલકર્સ ફિટનેસ, તેજસ નેટવર્ક્સ, આધુનિક ઇન્ડસ્ટ્રીઝ, મૉલ્ડ-ટેક પેકેજિંગના શેરોના ભાવમાં 5-3.1 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

    બીએસઇ 30 શેરવાળો ઇન્ડેક્સ સેન્સેક્સ 115.27 પૉઈન્ટ અથવા 0.35 ટકાના વધારા સાથે 33,370.63ની સપાટીએ બંધ રહ્યો હતો. એનએસઇનો 50 શેરવાળો ઇન્ડેક્સ નિફ્ટી 33.20 પૉઇન્ટ અથવા 0.33 ટકાના વધારા સાથે 10,245.00ની સપાટીએ બંધ રહ્યો હતો.
    Published by:Sanjay Joshi
    First published: