સેન્સેક્સમાં 113 પૉઇન્ટનો ઉછાળો, નિફ્ટી 10525ની ઉપર બંધ

News18 Gujarati
Updated: April 16, 2018, 5:12 PM IST
સેન્સેક્સમાં 113 પૉઇન્ટનો ઉછાળો, નિફ્ટી 10525ની ઉપર બંધ
નિફ્ટીમાં 48 પૉઇન્ટ અને સેન્સેક્સમાં 113 પૉઇન્ટનો વધારો.
News18 Gujarati
Updated: April 16, 2018, 5:12 PM IST
આજે શરૂઆતમાં નબળી કામગીરી રહ્યા બાદ સ્થાનિક બજારોમાં નીચલા સ્તરેથી લેવાલી જોવા મળી હતી. સેન્સેક્સમાં 0.33 ટકા અને નિફ્ટીમાં 0.46 ટકાનો વધારો નોંધાયો હતો. નિફ્ટી નીચામાં 10396.35 સુધી ગગડી ગયો હતો, જ્યારે સેન્સેક્સ નીચામાં 33899.34 સુધી ઊતરી ગયો હતો. આજે નિફ્ટી ઊંચામાં 10540.15 સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ 34341.5 સુધી પહોંચી ગયો હતો. છેલ્લે, સેન્સેક્સમાં 112.78 પૉઇન્ટનો અને નિફ્ટીમાં 47.75 પૉઇન્ટનો વધારો નોંધાયો હતો.

સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં સારીએવી રિક્વરી જોવા મળી હતી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.34 ટકાના વધારા સાથે 16734.31ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સ 0.80 ટકાના વધારા સાથે 19834.35ના સ્તરે બંધ રહ્યો હતો. બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સ 0.56 ટકાના વધારા સાથે 18082.25ના સ્તરે બંધ રહ્યો હતો.

આજે એફએમસીજી, ફાર્મા, બેંકિંગ, રિયલ્ટી, કેપિટલ ગુડ્ઝ, પાવર શેર્સમાં ખરીદીને કારણે બજારને ટેકો મળ્યો હતો. બેંક નિફ્ટી 0.48 ટકાના વધારા સાથે 25,320.85ના ​​સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના એફએમસીજી ઈન્ડેક્સમાં 1.05 ટકા અને ફાર્મા ઇન્ડેક્સમાં 1.56 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે આઇટી, પીએસયુ બેંક, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઇલ, ગેસ શેરોમાં થોડું દબાણ જોવા મળ્યું હતું.

યુપીએલ, સિપ્લા, ગ્રાસિમ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ હીરો મોટો કૉર્પ, એનટીપીસીના શેરોના ભાવમાં 2.04-5.32 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે વિપ્રો, ટાટા મોટર્સ, ઈન્ફોસિસ, એસબીઆઈ, ટેક મહિન્દ્રા, ટાઇટન, એચપીસીએલના શેરોના ભાવમાં 0.68-4.78 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

સ્મોલકેપ શેરોમાં ઈન્ડિયાબુલ્સ વેન્ચર્સ, સોરિલ ઈન્ફ્રા, ડીબી રિયલ્ટી, વિધિ સ્પેશિયલિટી, સોનો કોયોના શેરોના ભાવમાં 8.43-19.83 ટકા સુધીનો વધારો નોંધાયો હતો, જ્યારે યુકો બેન્ક, તલવલર્ક્સ ફિટનેસ, ભણસાલી એન્જિનિયર્સ, મર્કેટર, લિપ્સા જેમ્સના શેરોના ભાવમાં 5.0-10 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

મિડકેપ શેરોમાં મુથુટ ફાઈનાન્સ, ગૃહ ફાઈનાન્સ, એમએન્ડએમ ફાઈનાન્શિયલ, ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ, બેયર કૉર્પના શેરોના ભાવમાં 2.32-4.08 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે વક્રાંગી, રિલાયન્સ કૉમ્યુનિકેશન્સ, NLC ઈન્ડિયા, સીજી કન્ઝયુમર્સ, શ્રીરામ ટ્રાન્સપોર્ટના શેરોના ભાવમાં 2.44-5.40 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

છેલ્લે, બીએસઈના 30 શેરોવાળા ઇન્ડેક્સ સેન્સેક્સ 112.78 પૉઇન્ટ અથવા 0.33 ટકાના વધારા સાથે 34305.43ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે એનએસઈના 50 શેરોવાળા ઇન્ડેક્સ નિફ્ટી 47.75 પૉઇન્ટ અથવા 0.46 ટકાના વધારા સાથે 10528.35ના સ્તરે બંધ રહ્યો હતો.
First published: April 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर