આજે એક્સપાઇરીના એક દિવસ અગાઉ પણ શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સમાં 108 પૉઇન્ટનો વધારો થયો હતો, જ્યારે નિફ્ટી 10180ની પર ટકી રહેવામાં સફળ રહ્યો હતો.આજે મિડકેપ શેરોમાં સરકારી બેન્કોના શેરોમાં આવેલી તેજીને કારણે બજારને ટેકો મળ્યો હતો.
શેરબજારમાં આજે સ્મોલકેપ અને મિડકેપના શેરોમાં તેજી જોવા મળી હતી બીએસઈના સ્મોલકેપ ઇન્ડેક્સ 1.36 ટકા વધીને 17152.93ના સ્તર પર બંધ રહ્યો હતો, જ્યારે બીએસઇના મિડકેપ ઇન્ડેક્સ 1.06 ટકાના વધારા સાથે 16048.33 પર બંધ રહ્યો હતો.
બેન્ક, મેટલ, ઑટો, ફાર્મા અને આઈટી શેરોમાં ખરીદી જોવા મળી હતી. બીએસઈના ઑઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સમાં પણ 1.6 ટકાનો વધારો નોંધાયો હતો. નિફ્ટીના એફએમજી ઇન્ડેક્સમાં 0.50 ટકા, બેન્ક ઇન્ડેક્સમાં 0.78 ટકા ઑટો ઈન્ડેક્સમાં 0.40 ટકા, ફાર્મા ઈન્ડેક્સમાં 0.74 ટકા, આઈટી ઈન્ડેક્સમાં 0.45 ટકા, મેટલ ઈન્ડેક્સમાં 1.83 ટકાનો વધારો નોંધાયો હતો.
આજે આઈઓસી, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, હિંદ પેટ્રોલિયમ, હિંડાલ્કો, એસબીઆઈ, બોશ અને યુપીએલના શેરોના ભાવમાં 2.15-4.43 ટકા સુધીનો વધારો નોંધાયો હતો, જ્યારે ઇન્ફ્રાટેલ, ભારતી એરટેલ, બજાજ ઑટો, ટાટા મોટર્સ, એચડીએફસી, એમએન્ડએમ, હીરો મોટો.ના શેરોના ભાવમાં 0.31-2.02 ટકા સુધીનો ઘટાડો નોંદાયો હતો.
સ્મોલકેપ શેરોમાં એરો ગ્રીનટેક, મુંજાલ ઓટો ઇન્ડસ્ટ્રી, ટીઆઈએલ, સિમપ્લેક્સ ઇન્ફ્રાના શેરોના ભાવમાં 9.60-20.00 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે ક્વોલિટી, ઓરિયેન્ટલ વિનિર, એમએસઆર ઈન્ડિયાના શેરોના ભાવમાં 4.12-24.3 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.
મિડકેપ શેરોમાં અદાણી પાવર, જિંદાલ સ્ટીલ, આઈડીબીઆઈ બેન્ક, મુથુટ ફાઈનાન્સ, બાયોકોનના શેરોના ભાવમાં 4.78-5.91 ટકા સુધીનો વધારો નોંધાયો હતો, જ્યારે સેન્ટ્રલ બેન્ક, વક્રાંગી, ક્યુમિન્સ, નેટકો ફાર્મા, અદાણી એન્ટરપ્રાઈઝીસના શેરોના ભાવમાં 2.59-4.98 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.
છેલ્લે, બીએસઈના 30 શેરોવાળા ઇન્ડેક્સ સેન્સેક્સ 107.98 પૉઇન્ટ એટલે કે 0.33 ટકા વધીને 33174.39ના સ્તરે બંધ રહ્યો હતો. એનએસઈના 50 શેરોવાળા ઇન્ડેક્સ નિફ્ટી 53.50 પૉઇન્ટ અથવા 0.53 ટકાના વધારાની સાથે 10184.15ના સ્તરે બંધ રહ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર