સેન્સેક્સમાં 351 પૉઇન્ટનું ગાબડું, નિફ્ટી 10130ની પાસે

સેન્સેક્સમાં 63 પૉઇન્ટ અને નિફ્ટીમાં 22 પૉઇન્ટનો ઘટાડો.

  • Share this:
    આજે શેરબજારમાં US ટેરિફ વિરુદ્ધ ચીન દ્વારા જવાબી કાર્યવાહી કર્યા બાદ ગ્લોબલ બજારોમાં વેચવાલીનું જોર વધી ગયું હતું, એની અસર સ્થાનિક બજારો પર પણ પડી. સેન્સેક્સમાં 1.05 ટકા અને નિફ્ટીમાં 1.14 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આજે નિફ્ટી ઊંચા 10280 સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ ઊંચામા 33500ની સપાટી બતાવી હતી. છેલ્લે, નિફ્ટી 10130ની નીચે બંધ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ 33000ની પાસે બંધ રહ્યો હતો.

    મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં આજે વધુ વેચવાલી જોવા મળી હતી. બીએસઇના મિડકેપ ઇન્ડેક્સ 0.92 ટકાના ઘટાડા સાથે 16184.97ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટીના મિડકેપ 50 ઈન્ડેક્સ 1.11 ટકાના ઘટાડા સાથે 5084.20ના સ્તરે બંધ રહ્યો હતો. બીએસઈના સ્મોલકેપ ઇન્ડેક્સ 1.01 ટકાના ઘટાડા સાથે 17449.75ના સ્તરે બંધ રહ્યો હતો.

    આઈટી, બેન્કિંગ, મેટલ, ફાર્મા, કેપિટલ ગુડ્ઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર અને ઑઇલ એન્ડ ગેસ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી 1.55 ટકાના ઘટાડે 24129.50ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના આઈટી ઈન્ડેક્સમાં 0.99 ટકા, મેટલ ઈન્ડેક્સમાં 2.57 ટકા, ફાર્મા ઈન્ડેક્સમાં 1.10 ટકા, મિડિયા ઇન્ડેક્સમાં 1.70 ટકા, ઇન્ફ્રા ઇન્ડેક્સમાં 1.66 ટકા, નિફ્ટી પીએસયુ ઇન્ડેક્સમાં 1.69 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

    આજે HPCL,BPCL,ટાટા સ્ટીલ, ટાઈટન, UPL,હિંદાલ્કો, વેદાન્તા, એલએન્ડટી, એક્સિસ બેંક, ઇન્ડસઇન્ડ બેંક, એનટીપીસીના શેરોના ભાવમાં 2.64 -4.24 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે અદાણી પોર્ટસ, આઈશર મોટર્સ, ટાટા મોટર્સ, બજાજ ફાઈનાન્સ, એચયુએલ, હીરો મોટોકૉર્પ, અદાણી પોર્ટ્સ, આઈટીસીના શેરોના ભાવમાં 0.25-3.60 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

    સ્મોલકેપ શેરોમાં જીઈ પાવર ઈન્ડિયા, એચઈજી, એડીએફ ફૂડ્ઝ, સિક્વેન્ટ સાઇન્ટિફિક, ઈલેક્ટ્રોસ્ટીલ કાસ્ટિંગ્સના શેરોના ભાવમાં 5.7-9.51 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે એક્ઝો નોબલ, ક્યુપિડ, વી-માર્ટ રિટેલ, ઉજ્જાસ એનર્જી, ક્વોલિટીના શેરોના ભાવમાં 7.3-20 ટકા સુધીનો વધારો નોંધાયો હતો

    મિડકેપ શેરોમાં બેન્ક ઑફ ઈન્ડિયા, અદાણી એન્ટરપ્રાઇઝીસ, વક્રાંગી, જિંદાલ સ્ટીલ, , યુપીએલના શેરોના ભાવમાં 3.85-8.08 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે આદિત્ય બિરલા ફેશન, રિલાયન્સ પાવર, નાલ્કો, પેજ ઈન્ડસ્ટ્રી, ગ્લેક્સો સ્મિથ, એસજેવીએનના શેરોના ભાવમાં 2.09-11 ટકા સુધી વધારો નોંધાયો હતો.

    છેલ્લે, બીએસઇના 30 શેરોવાળા ઇન્ડેક્સ સેન્સેક્સ 351.56 પૉઇન્ટ અથવા 1.05 ટકાના ઘટાડાની સાથે 33019.07ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે એનએસઈના 50 શેરોવાળા ઇન્ડેક્સ નિફ્ટી 116.60 પૉઇન્ટ અથવા 1.14 ટકાના ઘટાડા સાથે 10128.40ના સ્તરે બંધ રહ્યો હતો.
    Published by:Sanjay Joshi
    First published: