Home /News /india /સેન્સેક્સ-નિફ્ટી ફ્લેટ બંધ, મિડકેપ અને સ્મોલકેપમાં દબાણ

સેન્સેક્સ-નિફ્ટી ફ્લેટ બંધ, મિડકેપ અને સ્મોલકેપમાં દબાણ

સેન્સેક્સમાં 21 પૉઇન્ટ અને નિફ્ટીમાં 16 પૉઇન્ટનો ઘટાડો.

    જાન્યુઆરી ફ્યુચર્સની સમાપ્તિના એક દિવસ પહેલાં જ બજારમાં તીવ્ર ચઢાવ-ઉતાર જોવા મળ્યો હતો. જોકે સેન્સેક્સ અને નિફ્ટી હજી પણ ઊંચા શિખરો સ્થાપવામાં સફળ રહ્યા હતા. નિફ્ટીએ 11,110.1ની સપાટીને સ્પર્શીને નવો વિક્રમ સર્જ્યો હતો અને સેન્સેક્સે પણ 36,268.2ની ઉચ્ચતમ સપાટી બનાવી હતી, પરંતુ સેન્સેક્સ અને નિફ્ટી ઉપલા સ્તરે ટકી શક્યા ન હતા. આજના નબળાઈના વાતાવરણમાં નિફ્ટી નીચામાં 11,046.15 સુધી ગયો હતો, જ્યારે સેન્સેક્સ નીચામાં 36,036.51 સુધી ગયો હતો.

    આજે પણ મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈનો મિડકેપ ઇન્ડેક્સ 0.6 ટકા ઘટીને 17,976ની સપાટીએ રહ્યો હતો. નિફ્ટીના મિડકેપ 100 ઇન્ડેક્સમાં 0.5 ટકાના ઘટાડા સાથે 21,637ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઈનો સ્મોલકેપ ઇન્ડેક્સ લગભગ 1 ટકા ઘટીને 19,475ની સપાટીએ બંધ રહ્યો હતો.

    આજે મેટલ્સ, ઓટો, પ્રાઇવેટ બેંક, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કેપિટલ ગુડ્સ અને પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં 1.7 ટકા, ઓટો ઇન્ડેક્સમાં 0.6 ટકા અને ખાનગી બેંક ઈન્ડેક્સમાં 0.8 ટકાનો ઘટાડો નોંધાયો હતો. બીએસઇના કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સમાં 2.1 ટકા, કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સમાં 0.7 ટકા અને પાવર ઇન્ડેક્સમાં 0.25 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

    જોકે પીએસયુ બેન્ક, આઇટી, ફાર્મા અને એફએમસીજી શેરોમાં સારી ખરીદી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી 27,400ની પાસે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટીના પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 3.5 ટકાના વધારા સાથે મજબૂત રહ્યો હતો. નિફ્ટીનો આઇટી ઇન્ડેક્સમાં 1.5 ટકાનો વધારો નોંધાયો હતો. ફાર્મા ઇન્ડેક્સમાં 0.6 ટકા અને એફએમસીજી ઇન્ડેક્સમાં 0.5 ટકાનો વધારો નોંધાયો હતો.

    બીએસઇ 30 શેરવાળો ઇન્ડેક્સ સેન્સેક્સ 21.66 પોઇન્ટ અથવા 0.66 ટકાના વધારા સાથે 36,162.64 પર બંધ રહ્યો હતો. એનએસઇનો 50 શેરવાળોનો નિફ્ટી 2.30 પોઇન્ટના વધારા સાથે 11,086 પર બંધ રહ્યો હતો.

    આજે એસબીઆઇ, ગેઇલ, ટેક મહિન્દ્રા, અદાણી પોર્ટ્સ, ટીસીએસ, આઇટીસી અને યેસ બેન્કના શેરોના ભાવમાં 3.7થી 7.1 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. જોકે ભારતી ભારતી એરટેલ, ટાટા મોટર્સ, ટાટા મોટર્સ ડીવીઆર, આઇસીઆઇસીઆઇ બેન્ક, આઇશર મોટર્સ, હિન્દાલ્કો અને ટાટા સ્ટીલના શેરોના ભાવમાં 6.6-2.1 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

    મિડકેપ શેરોમાં સીજી કન્ઝ્યુમર, જિંદાલ સ્ટીલ, ઇન્ડિયન હોટેલ્સ, મેક્સ ફાઈનાન્સિયલ અને એમએન્ડએમ ફાઇનાન્શિયલના શેરોના ભાવમાં 5.75-3.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે અમર રાજા બેટરી, ઓબેરોય રિયલ્ટી, આઇડીબીઆઇ બેન્ક, એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ અને યુનિયન બેન્કના શેરોના ભાવમાં 6.7-2.6 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

    સ્મોલકેપ શેરોમાં કિર્લોસ્કર બ્રધર્સ, રેડિકો ખૈતાન, સોમ ડિસ્ટિલરીઝ, સારેગામા ઇન્ડિયા અને જુબિલન્ટ ફૂડના શેરોના ભાવમાં 8.5-6.6 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જોકે નિટકો, ઓરિએન્ટલ વિનિયર, માસ્ટેક અને ટ્રાઇજિન ટેકના શેરોના ભાવમાં 20થી 10 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: BSE, Business, NSE, Share market, નિફ્ટી, સેન્સેક્સ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन