સેન્સેક્સમાં 300 પૉઇન્ટનું ગાબડું, નિફ્ટી 10360ની પાસે

સેન્સેક્સમાં 63 પૉઇન્ટ અને નિફ્ટીમાં 22 પૉઇન્ટનો ઘટાડો.

  • Share this:
    આજે લાંબા વિકેન્ડ બાદ ખૂલેલા સ્થાનિક બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં એક ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી નીચામાં 10323.9 સુધી ગગડી ગયો હતો, જ્યારે સેન્સેક્સ નીચામાં 33653.4 સુધી પહોંચી ગયો હતો. છેલ્લે, નિફ્ટી 10360ની પાસે, જ્યારે સેન્સેક્સ 33750ની નજીક બંધ રહ્યા હતા.

    સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં પણ વેચવાલી જોવા મળી હતી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં એક ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં એક ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. બીએસઈના સ્મોલકેપ ઇન્ડેક્સમાં 1.1 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.

    બીએસઇના 30 શેરોવાળા ઈન્ડેક્સ સેન્સેક્સ 300.16 પૉઇન્ટ અથવા 0.88 ટકાના ઘટાડાની સાથે 33746.78ના સ્તરે બંધ રહ્યો હતો. એનએસઈના 50 શેરોવાળા ઇન્ડેક્સ નિફ્ટી 99.50 પૉઇન્ટ અથવા 0.95 ટકાના ઘટાડા સાથે 10358.85ના સ્તરે બંધ રહ્યો હતો.

    ફાર્મા, કેપિટલ ગુડ્ઝ, મેટલ, ઑટો, એફએમસીજી, ઑયલ-ગેસ અને પાવર શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી 0.3 ટકાના ઘટાડા સાથે 24819ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના મેટલ ઈન્ડેક્સમાં 3.3 ટકા, ઑટો ઈન્ડેક્સમાં 1.6 ટકા અને એફએમસીજી ઈન્ડેક્સમાં 1.25 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે આજે આઈટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં થોડી ખરીદી જોવા મળી હતી.

    આજે ટાટા મોટર્સ, હિંડાલ્કો, ઓરબિંદો ફાર્મા, ટાટા સ્ટીલ, રિલાયન્સ, ઈન્ફ્રાટેલ, કોલ ઈન્ડિયા અને બજાજ ઑટો, અંબુજા સિમેન્ટના શેરોના ભાવમાં 2.7-5.07 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જોકે ટેક મહિન્દ્રા, સન ફાર્મા, ટીસીએસ, એનટીપીસી, યુપીએલ, એસબીઆઇના શેરોના ભાવમાં 0.5-3.60 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો.

    મિડકેપ શેરોમાં નાલ્કો, જેએસડબ્લ્યુ સ્ટીલ, જિંદાલ સ્ટીલ, ઈન્ડિયન બેન્ક, પિરામલ એન્ટરપ્રાઈઝના શેરોના ભાવમાં 4.22-5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જોકે આઈડીબીઆઈ બેન્ક, ટોરેન્ટ ફાર્મા, એમએન્ડએમ ફાઈનાન્શિયલ, શ્રીરામ ટ્રાન્સપોર્ટ અને ગ્લેનમાર્કના શેરોના ભાવમાં 1.3-5.11 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

    સ્મોલકેપ શેરોમાં બલરામપુર ચીની, જિનસ પાવર, અરહિંત સુપર, પ્રકાશ ઈન્ડસ્ટ્રીઝ અને સ્માર્ટલિંક નેટના શેરોના ભાવમાં 7.39-8.63 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જોકે બીઈએમએલ, ફોનિક્સ મિલ્સ, વી-માર્ટ રિટેલ, ઈન્ટ્રાસૉફ્ટ ટેક અને એક્સેલ ઇન્ડસ્ટ્રઝના શેરોના ભાવમાં 6.20-10.50 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.
    Published by:Sanjay Joshi
    First published: