Home /News /india /સેન્સેક્સમાં 470 પૉઇન્ટનો ઉછાળો, નિફ્ટી 10130 પર બંધ

સેન્સેક્સમાં 470 પૉઇન્ટનો ઉછાળો, નિફ્ટી 10130 પર બંધ

સેન્સેક્સમાં 470 પૉઇન્ટનો ઉછાળો.

આજે અઠવાડિયાની શરૂઆત તેજી સાથે થઈ હતી. શૉર્ટ કવરિંગને કારણે શેરબજારમાં તેજી આવી હતી. સેન્સેક્સમાં 1.71 ટકા અને નિફ્ટીમાં 1.1.41 ટકાનો વધારો નોંધાયો હતો. નિફ્ટી ઊંચામાં 10143.5 સુધી પહોંચ્યો હતો, જ્યારે સેન્સેક્સ ઊંચામાં 33115.4ની સુધી પહોંચ્યો હતો. છેલ્લે, સેન્સેક્સ 33066.41 પર અને નિફ્ટી 10130.65 પર બંધ રહ્યા હતા.

સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. બીએસઇના મિડકેપ ઇન્ડેક્સ 1.2 ટકાના ઉછાળાની સાથે 15880.7ના સ્તર પર બંધ રહ્યો છે. નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સ 1.29 ટકાના વધારાની સાથે 18712.75ના સ્તરે બંધ રહ્યો હતો. બીએસઈના સ્મોલકેપ ઇન્ડેક્સ 0.75 ટકા વધીને 16923.4ના સ્તરે બંધ રહ્યો હતો.

ઑટો, બેન્કિંગ, મેટલ, એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ્ટી શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી 2.42 ટકાના વધારા સાથે 24244.30ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના પીએસયુ બેન્ક ઈન્ડેક્સમાં 5 ટકાનો ઉછાળો આવ્યો હતો. આજે આઈટી અને ઑઇલ-ગેસ શેરોમાં દબાણ જોવા મળ્યું હતું.

આજે એસબીઆઈ, યસ બેન્ક, એચડીએફસી બેન્ક, ઝી એન્ટરટેઇનમેન્ટ, બજાજ ફાઈનાન્સ, ટાટા સ્ટીલ, વેદાંતા, યુપીએલ, ભારતી એરટેલના શેરોના ભાવમાં 3.30-6.35 ટકા સુધીનો વધારો નોંધાયો હતો, જ્યારે ગેઇલ, વિપ્રો, હિંદ પેટ્રો, ઈન્ફોસિસ, બૉશ, ટાટા મોટર્સ ડીવીઆર, ઓરબિંદો ફાર્માના શેરોના ભાવમાં 0.48-3.7 ટકા સુધીના ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

મિડકેપ શેરોમાં કેનેરા બેન્ક, અદાણી એન્ટરપ્રાઈઝીસ, બેન્ક ઑફ ઇન્ડિયા, પેજ ઈન્ડસ્ટ્રીઝ અને યુનિયન બેન્ક 4.78-10.11 ટકા સુધીનો વધારો નોંધાયો હતો, જ્યારે વક્રાંગી, પેટ્રોનેટ એલએનજી, ઇન્ડિયન હોટલ્સ, બ્લુ ડાર્ટ અને ગ્લેક્સો સ્મિથના શેરોના ભાવમાં 1.61-5.00 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

સ્મોલકેપ શેરોમાં નેટવર્ક 18, મિર્જા ઇન્ટરનેશનલ, હેથવે કેબલ, ડેન નેટવર્ક્સ, એનઆઈઆઈટીના શેરોના ભાવમાં 8.71-11.70 ટકા સુધીનો વધારો નોંધાયો હતો, જ્યારે પાયોનિયર ડિસ્ટિલરીઝ, યુનિકેમ લેબ, મોહોતા ઈન્ડસ્ટ્રીઝ, એમએસઆર ઇન્ડિયા અને હિંદ કન્સ્ટ્રક્શન, ઓરિયેન્ટલ વિનિયરના શેરોના ભાવમાં 6.87-15.46 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

છેલ્લે, બીએસઈના 30 શેરોવાળા ઇન્ડેક્સ સેન્સેક્સ 469.87 પૉઇન્ટ અથવા 1.44 ટકા વધીને 33066.41ના સ્તરે બંધ રહ્યો હતો. એનએસઈના 50 શેરોવાળા ઇન્ડેક્સ નિફ્ટી 132.60 પૉઇન્ટ અથવા 1.32 ટકાના વધારાની સાથે 10130.65ના સ્તરે બંધ રહ્યો હતો.
First published:

Tags: Business, Nifty up, Sensex up, Sharemarket

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો