Home /News /india /

સેન્સેક્સમાં 304 પૉઇન્ટનો ઉછાળો, નિફ્ટી 10600ની પાસે

સેન્સેક્સમાં 304 પૉઇન્ટનો ઉછાળો, નિફ્ટી 10600ની પાસે

શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 115 પૉઇન્ટનો ઉછાળો.

    સારા ગ્લોબલ સંકેતોને કારણે શેરબજારમાં આજે સારી શરૂઆત જોવા મળી હતી. સેન્સેક્સમાં 300થી વધુ પૉઇન્ટનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે નિફ્ટીમાં 90થી વધુ પૉઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. નિફ્ટીએ ઊંચામાં 10593 સુધી પહોંચ્યો હતો., જ્યારે સેન્સેક્સ ઊંચામાં 34483.4 સુધી પહોંચ્યો હતો. છેલ્લે, સેન્સેક્સ 34445.75 અને નિફ્ટી 10582.60 પર બંધ રહ્યો હતો.

    ઓટો, બેન્કિંગ, મેટલ, ઓયલ-ગેસ-પાવર, રિયલ્ટી, કેપિટલ ગુડ્ઝના શેરોમાં સારી ખરીદી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી 1.5 ટકાના વધારા સાથે 25688ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે પીએસયુ બેન્ક, આઈટી, ફાર્મા શેરોમાં વેચવાલી જોવા મળી હતી.

    સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં સારીએવી ખરીદી જોવા મળી હતી. બીએસઇના મિડકેપ ઈન્ડેક્સ 0.75 ટકા સુધી વધીને બંધ રહ્યો હતો. નિફ્ટીના મિડકેપ 100 ઇન્ડેક્સમાં 0.75 ટકાનો વધારો નોંધાયો હતો. બીએસઇના સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.9 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

    એલએન્ડટી, ઇન્ડસઇન્ડ બેન્ક, યુપીએલ, મારુતિ સુઝુકી, ટાટા મોટર્સના શેરોના ભાવમાં 2.90-4.04 ટકા સુધીનો વધારો નોંધાયો હતો, જ્યારે વિપ્રો, ટેક મહિન્દ્રા, સન ફાર્મા, ટીસીએસ, ઇન્ફોસિસ, આઈટીસીના શેરોના ભાવમાં 1.10-2.50 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

    સ્મોલકેપ શેરોમાં નેલ્કો, ઓરિયેન્ટ સિમેન્ટ, પીઆઇ ઇન્ડસ્ટ્રીઝના શેરોના ભાવમાં 11.2-8.4 ટકા સુધીનો વધારો નોંધાયો હતો, જ્યારે વક્રાંગી, સુપ્રીમ ઈન્ફ્રા ઓરિયેન્ટલ બેન્ક, ટીજીબી, કેપિટલ ટ્રસ્ટના શેરોના ભાવમાં 5-10.73 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

    મિડકેપ શેરોમાં એલએન્ડટી ફાઇનાન્સ, ટોરન્ટ પાવર, ઇમામી, રિલાયન્સ કોમ્યુનિકેસન્સ, ઓબેરોય રિયલ્ટી, અજંતા ફાર્માના શેરોના ભાવમાં 16.2-3.7 ટકા સુધીનો વધારો નોંધાયો હતો, જ્યારે બેન્ક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ, યુનિયન બેન્ક, એમ્ફેસિસ, આદિત્ય બિરલા ફાઇનાન્સના શેરોના ભાવમાં 3-1.3 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

    છેલ્લે, બીએસઇના 30 શેરોવાળા ઇન્ડેક્સ સેન્સેક્સ 303.60 પૉઇન્ટ અથવા 0.89 ટકાના વધારા સાથે 34445.75ના સ્તરે બંધ રહ્યો હતો. એનએસઇના 50 શેરોવાળા ઇન્ડેક્સ નિફ્ટી 91.55 પૉઇન્ટ અથવા 0.87 ટકાના વધારા સાથે 10582.60ના સ્તરે બંધ રહ્યો હતો.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: BSE, Business, NSE, Sensex up, Share marcket, નિફ્ટી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन