સેન્સેક્સમાં 74 પૉઇન્ટનો વધારો, નિફ્ટી 10125ની પાસે

સેન્સેક્સમાં 90 પૉઇન્ટનો વધારો, નિફ્ટી 10550ની પાસે બંધ .

  • Share this:
    શેરબજારમાં સતત 4 દિવસે ઘટાડો અટકી સુધારો નોંધાયો હતો. આજે બજારમાં ઉપર-નીચે જોવા મળ્યો હતું. નિફ્ટી અને સેન્સેક્સ 0.25 ટકા સુધી વધીને બંધ રહ્યા હતા. નિફ્ટી ઊચામાં 10155.65 સુધી, જ્યારે સેન્સેક્સ ઊંચામાં 33102.7 સુધી પહોંચ્યો હતો.

    આઇટી, ફાર્મા, ઓટો, એફએમસીજી, પાવર શેરોમાં આવેલી ખરીદીને કારણે બજારને ટેકો મળ્યો હતો. નિફ્ટીના એફએમસીજી ઇન્ડેક્સમાં 0.4 ટકા, ઓટો ઇન્ડેક્સમાં 0.6 ટકા, આઇટી ઇન્ડેક્સમાં 1.5 ટકા, ફાર્મા ઇન્ડેક્સમાં 0.75 ટકાનો વધારો નોંધાયો હતો, જ્યારે બેન્ક નિફ્ટી 0.3 ટકાના ઘટાડા સાથે 24168.2ના સ્તરે બંધ રહ્યો હતો. આના સિવાય આજે મેટલ, રિયલ્ટી અને ઓયલ-ગેસ શેરોમાં વધુ દબાણ જોવા મળ્યું હતું.

    સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં થોડી ખરીદી જોવા મળી હતી. બીએસઇના મિડકેપ ઇન્ડેક્સમાં 0.2 ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો, પણ બીએસઇના સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.2 ટકા ઘટાડો નોંધાયો હતો. નિફ્ટીના મિડકેપ 100 ઇન્ડેક્સમાં 0.4 ટકા સુધીનો વધારો નોંધાયો હતો, જ્યારે નિફ્ટીના સ્મોલકેપ 100 ઇન્ડેક્સમાં 0.25 ટકાનો સુધીનો વધારો નોંધાયો હતો.

    આજે ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, આઇશર મોટર્સ, અદાણી પોર્ટ્સ, ભારતી ઇન્ફ્રાટેલ, સન ફાર્મા, ડૉ.રેડ્ડીઝ, વિપ્રોના શેરોના ભાવમાં 5.1-1.5 ટકા સુધીનો વધારો નોંધાયો હતો, જ્યારે IOC,ONGC,BPCL,વેદાંતા, સિપ્લા, એચડીએફસી બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, યસ બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોના ભાવમાં 6.5-0.6 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

    સ્મોલકેપ શેરોમાં કેલટન ટેક, ધનલક્ષ્મી બેન્ક, સેલ્ઝર ઇલેક્ટ્રોનિક્સ, બલરામપુર ચીનીના શેરોના ભાવમાં 12.6-4.8 ટકા સુધીનો વધારો નોંધાયો હતો, જ્યારે ગ્રેફાઈટ ઇન્ડિયા, ડીબી રિયલ્ટી, એચઈજી, મોહોતા ઇન્ડસ્ટ્રીઝ, મોન્ટે કાર્લોના શેરોના ભાવમાં 6.2-5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

    મિડકેપ શેરોમાં વક્રાંગી, રિલાયન્સ ઈન્ફ્રા, જિંદાલ સ્ટીલ, મેરિકોના શેરોના ભાવમાં 6.9-4.7 ટકા સુધીનો વધારો નોંધાયો હતો, જ્યારે કેનેરા બેન્ક, સેન્ટ્રલ બેન્ક, જીઈ ટીએન્ડડી, ઓબેરોય રિયલ્ટી, એનબીસીસીના શેરોના ભાવમાં 4-2.4 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

    છેલ્લે, બીએસઇના 30 શેરોવાળા ઇન્ડેક્સ સેન્સેક્સ 73.64 પૉઇન્ટ અથવા 0.22 ટકાના વધારા સાથે 32996.76ના સ્તરે બંધ રહ્યો હતો. એનએસઇના 50 શેરોવાળા ઇન્ડેક્સ નિફ્ટી 30.10 પૉઇન્ટ અથવા 0.30 ટકાના વધારા સાથે 10124.35ના સ્તરે બંધ રહ્યો હતો.
    Published by:Sanjay Joshi
    First published: