Home /News /india /

સેન્સેક્સમાં 99 પૉઇન્ટનો ઘટાડો, નિફ્ટી 10550ની પાસે

સેન્સેક્સમાં 99 પૉઇન્ટનો ઘટાડો, નિફ્ટી 10550ની પાસે

સેન્સેક્સમાં 99 પૉઇન્ટનો ઘટાડો.

    સ્થાનિક બજારમાં શરૂઆત સારી રહી હતી, પણ તેજીનો માહોલ લાંબા સમય સુધી ટકી શક્યો નહિ. સેન્સેક્સ અને નિફ્ટી આશરે 0.25 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યા હતા. નિફ્ટી ઊંચા 10,631.65 સુધી સ્પર્શી ગયો હતો, જ્યારે સેન્સેક્સ 34,610.8 સુધી પહોંચ્યો હતો. છેલ્લે સેન્સેક્સ 34,350ની નીચે બંધ રહ્યો હતો.

    આજે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈનો મિડકેપ ઇન્ડેક્સ લગભગ 0.5 ટકાના ઘટાડા સાથે 16,601ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીનો મિડકેપ 100 ઈન્ડેક્સ 0.9 ટકાના ઘટાડા સાથે 19,700ની નીચે બંધ રહ્યો હતો. બીએસઈનો સ્મોલકેપ ઇન્ડેક્સ 0.4 ટકાના ઘટાડા સાથે 18,090ની સપાટીએ બંધ રહ્યો હતો.

    બેન્કિંગ, મેટલ, ફાર્મા અને રિયલ્ટી શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી.. બેંક નિફ્ટી 1.2 ટકા ઘટાના ઘટાડા સાથે 25,384ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીના પીએસયુ બેંક ઇન્ડેક્સમાં 3.5 ટકા, મેટલ ઇન્ડેક્સમાં 0.9 ટકા અને ફાર્મા ઇન્ડેક્સમાં 0.5 ટકા સુધીનો ઘટાડો થયો હતો. જોકે આજે આઇટી, એફએમસીજી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં થોડી ખરીદી જોવા મળી હતી.

    બીએસઈના 30 શેરોવાળા ઇન્ડેક્સ સેન્સેક્સ 99.36 પૉઇન્ટ અથવા 0.29 ટકાના ઘટાડા સાથે 34,346.39ની સપાટીએ બંધ રહ્યો હતો. એનએસઇના 50 શેરોવાળા ઇન્ડેક્સ નિફ્ટી 28.30 પૉઇન્ટ અથવા 0.27 ટકાના ઘટાડા સાથે 10,554.30ની સપાટીએ બંધ રહ્યો હતો.

    આજે અંબુજા સિમેન્ટ, એક્સિસ બેંક, એસબીઆઇ, સન ફાર્મા, કોલ ઈન્ડિયા, બીએચઇએલ, સન ફાર્મા અને આઈસીઆઈસીઆઇ બેન્કના શેરોના ભાવમાં 4.4-1.6 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જોકે ભારતી એરટેલ, ડો રેડ્ડીઝ, એનટીપીસી, હીરો મોટો અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોના ભાવમાં 2.1-1.25 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

    મિડકેપ શેરોમાં બેન્ક ઓફ ઇન્ડિયા, આઈડીબીઆઈ બેંક, ઓબેરોય રિયલ્ટી, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને કેનરા બૅન્કના શેરોના ભાવમાં 7.2-4.6 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જોકે ઇન્ડિયન હોટલ્સ, પેટ્રોનેટ LNG,ટાટા કોમ્યુનિકેશન્સ, આદિત્ય બિરલા ફેશન અને મેરિકોના શેરોના ભાવમાં 3.6-1.9 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

    સ્મોલકેપ શેરોમાં સુપ્રીમ ઇન્ફ્રા, રિલાયન્સ નેવલ, કેઆરબીએલ, જિનસ પાવર,વક્રાંગીના શેરોના ભાવમાં 18.9-5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જોકે શ્રી પુષ્કર, એચઇજી, સિમ્ફની, એસ્ટ્રલ પૉલી અને વેબકો ઇન્ડિયાના શેરોના ભાવમાં 14.6-6.6 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: BSE, Business, NSE, Share marcket, નિફ્ટી, સેન્સેક્સ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन