Home /News /india /સેન્સેક્સમાં 68 પૉઇન્ટનો ઘટાડો, નિફ્ટી 11030ની પાસે

સેન્સેક્સમાં 68 પૉઇન્ટનો ઘટાડો, નિફ્ટી 11030ની પાસે

નિફ્ટીમાં 1.25 પૉઇન્ટ અને સેન્સેક્સમાં 11.71 પૉઇન્ટનો ઘટાડો.

આજે બજેટ રજૂ થવાના એક દિવસ પહેલાં બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. ખરાબ ગ્લોબલ સંકેતોને કારણે શરૂઆત નબળાઈ સાથે થઈ હતી. નિફ્ટી 10979.3 સુધી નીચો જતો રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ 35818.4 સુધી નીચો જતો રહ્યો હતો. જોકે નીચા સ્તરેથી સારીએવી રિકવરી જોવા મળી હતી. અંતે નિફ્ટી 11000ની ઉપર બંધ રહેવામાં સફળ રહ્યો હતો, પણ સેન્સેક્સ 36000ની નીચે બંધ રહ્યો હતો.

બીએસઈનો 30 શેરોવાળો ઈન્ડેક્સ સેન્સેક્સ 68.71 પૉઇન્ટ અથવા 0.2 ટકાના ઘટાડાની સાથે 35965.02 પર બંધ રહ્યો હતો,જ્યારે એનએસઈનો 50 શેરોવાળો ઈન્ડેક્સ નિફ્ટી 21.95 પૉઇન્ટ અથવા 0.20 ટકાના ઘટાડા સાથે 11027.70 પર બંધ રહ્યો હતો.

આજે મિડકેપ-સ્મોલકેપ શેરોમાં વધુ વેચવાલી જોવા મળી હતી. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 1.3 ટકા ઘટીને 17364.2ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીનો મિડકેપ 100 ઈન્ડેક્સ 1.5 ટકા ઘટાડાની સાથે 20785ના સ્તર પર બંધ રહ્યો હતો. બીએસઈનો સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.8 ટકા ઘટીને 18717ના સ્તર પર બંધ રહ્યો હતો.

આજે ડૉ.રેડ્ડીઝ, ટાટા સ્ટીલ, યુપીએલ, એચયુએલ, સિપ્લા, લ્યુપિન અને ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સના શેરોના ભાવમાં 1.99-3.56 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જોકે ઈન્ફ્રા ટેલ, કોટક મહિન્દ્રા બેન્ક, ટેક મહિન્દ્રા, રિલાયન્સ, ટાટા મોટર્સ અને હિંડાલ્કોના શેરોના ભાવમાં 0.97-2.19 ટકા સુધીનો ઊછાળો નોંધાયો હતો.

આજે એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, કેપિટલ ગુડ્ઝ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી 0.4 ટકાના વધારા સાથે 27379.5ના સ્તરે પર બંધ રહ્યો હતો. નિફ્ટીના પીએસયુ બેન્ક ઈન્ડેક્સમાં 0.6 ટકા, એફએમસીજી ઈન્ડેક્સમાં 1.4 ટકા, આઈટી ઈન્ડેક્સમાં 1 ટકા, મેટલ ઈન્ડેક્સમાં 1.25 ટકા અને ફાર્મા ઈન્ડેક્સમાં 1.9 ટકાનો ઘટાડો નોંધાયો હતો. બીએસઈના કેપિટલ ગુડ્ઝ ઈન્ડેક્સમાં 1.1 ટકા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સમાં 1 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જોકે આજે ખાનગી બેન્કો, એનર્જી અને ઑયલ-ગેસના શેરોનો બજારોને થોડો ટેકો મળ્યો હતો.

સ્મોલકેપ શેરોમાં વક્રાંગી, પ્લાસ્ટિબેલેન્ડ્સ, પીસી જ્વેલર્સ, સાસ્કેન ટેક અને રિલાયન્સ નેવલના શેરોના ભાવમાં 6.6-19.99 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જોકે એસ્ટર ઈન્ડસ્ટ્રીઝ, ડ્રેજિંગ કોર્પ, વિકાસ ઈકોટેક અને ઈન્ટલેક્ટ ડિઝાઈનના શેરોના ભાવમાં 9.39-9.97 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

મિડકેપ શેરોમાં હેવેલ્સ ઈન્ડિયા, ડેવિઝ લેબ્સ, ભારત ઈલેક્ટ્રિક, ટાટા ગ્લોબલ બેવરેજીસ અને ઈન્ડિયન હોટલ્સના શેરોના ભાવમાં 3.57-5.62 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જોકે કન્સાઈ નેરોલેક, જીઈ ટીએન્ડડી ઈન્ડિયા, એબીબી ઈન્ડિયા, ગ્લેક્સોસિમ્થ અને અપોલો હોસ્પિટલના શેરોના ભાવમાં 2.50-5.50 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. .
Published by:Sanjay Joshi
First published:

Tags: BSE, Business, NSE, Share market, નિફ્ટી, સેન્સેક્સ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन