Home /News /india /બજેટના દિવસે વધઘટ બાદ સેન્સેક્સમાં 58 પૉઇન્ટનો ઘટાડો

બજેટના દિવસે વધઘટ બાદ સેન્સેક્સમાં 58 પૉઇન્ટનો ઘટાડો

નિફ્ટીમાં 106.35 પૉઇન્ટ અને સેન્સેક્સમાં 306 પૉઇન્ટનો ઘટાડો.

    આજે શેરબજારમાં બજેટના દિવસે દિવસભર ઉતાર-ચઢાવ બાદ નાના ઘટાડા સાથે સેન્સેક્સ અને નિફ્ટી બંધ રહ્યા હતા. નિફ્ટી સવારે 11117.35ના ઉપરા સ્તરે પહોંચ્યો હતો અને સેન્સેક્સ ઊંચે 36256.83 સુધી ગયો હતો. જોકે ઈક્વિટી પર લોન્ગટર્મ કેપિટલગેઇન ટેક્સ લગાવાની જાહેરાતથી બજાર પર દબાણ ઊભું થયું હતું. આ સમય દરમિયાન નિફ્ટી નીચામાં 10878.8 સુધી ગગડી ગયો હતો, જ્યારે સેન્સેક્સ નીચામાં 35501.74 સુધી જતો રહ્યો હતો. છેલ્લે નિફ્ટી 11016.90 પર અને સેન્સેક્સ 35909.66 પર બંધ રહ્યા હતા

    આજે મીડિયા, ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓયલ-ગેસ, બેન્કિંગના શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી 0.6 ટકા ઘટીને 27220.7ના સ્તરે બંધ રહ્યો છે. નિફ્ટીના મીડિયા ઈન્ડેક્સમાં 0.6 ટકા, પીએસયુ બેન્ક ઈન્ડેક્સમાં 2.3 ટકા અને ફાર્મા ઈન્ડેક્સમાં 2.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. બીએસઈના કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સમાં 1.8 ટકા અને ઓયલ-ગેસ ઈન્ડેક્સમાં 1.3 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જોકે ઓટો, એફએમસીજી અને કેપિટલ ગુડ્ઝના શેરોમાં આવેલી ખરીદીને કારણે બજારને થોડો ટેકો મળ્યો હતો.

    સ્મોલકેપ-મિડકેપના શેરોમાં થોડું દબાણ જોવા મળ્યું હતું. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.5 ટકા ઘટીને 17270.9ના સ્તરે પર બંધ રહ્યો હતો. નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સ 0.6 ટકાના ઘટાડા સાથે 20657.4ના સ્તરે બંધ રહ્યો હતો. છે. બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સ 18717.4ના સ્તરે પર બંધ રહ્યો હતો.

    બીએસઈના 30 શેરવાળો સેન્સેક્સ 58.36 પૉઇન્ટ અથવા 0.16 ટકા ઘટીને 35906.66ના સ્તરે બંધ રહ્યો હતો. એનએસઈનો 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 10.80 પૉઇન્ટ અથવા 0.10 ટકાના ઘટાડાની સાથે 11016.90ના સ્તરે બંધ રહ્યો હતો..

    આજે ઓએનજીસી, આઈસીઆઈસીઆઈ બેન્ક, એસબીઆઈ, અરવિંદો ફાર્મા,સન ફાર્મા,ડો. રેડ્ડીઝ,લ્યુપિનના શેરોના ભાવમાં 4.4-2 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જોકે એલએન્ડટી, બજાજ ફાઈનાન્સ, બજાજ ઓટો, એશિયન પેઇન્ટ્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા,આયશર મોટર્સ, ઈન્ડસઈન્ડ બેન્કના શેરોના ભાવમાં 4.7-1.9 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

    સ્મોલકેપ શેરોમાં અવંતી ફિડ્સ, કિર્લોસ્કર બ્રધર્સ, આઈઆઈએફએલ હોલ્ડિંગ્સ, જેકે ટાયર,એજિસ લૉજિસ્ટિક્સના શેરોના ભાવમાં 11.1-7.25 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. જોકે ઈન્ટરનેશનલ પેપર, જૈન ઈરિગેશન, વક્રાંગી, સોરિલ ઈન્ફ્રાના શેરોના ભાવમાં 20-6.7 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

    મિડકેપ શેરોમાં ટીવીએસ મોટર્સ, કેનેરા બેન્ક, વૉકહાર્ટ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, રિલાયન્સ પાવરના શેરોના ભાવમાં 4.4-3.1 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જોકે બજાજ ફિનસર્વ, અપોલો હોસ્પિટલ, જીએમઆર ઈન્ફ્રા, આઈડીબીઆઈ બેન્ક, એમઆરએફના શેરોના ભાવમાં 5.5-4.6 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: BSE, Business, NSE, Share market, નિફ્ટી, સેન્સેક્સ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन