Home /News /india /સેન્સેક્સમાં 561 પૉઇન્ટનું ગાબડું, નિફ્ટી 10500ની નીચે બંધ

સેન્સેક્સમાં 561 પૉઇન્ટનું ગાબડું, નિફ્ટી 10500ની નીચે બંધ

સેન્સેક્સમાં 284 પૉઇન્ટ અને નિફ્ટીમાં 95 પૉઇન્ટનું ગાબડું.

    આજે બજારમાં ભારે ઘટાડા સાથે ચઢ-ઊતર જોવા મળી હતી. ખરાબ ગ્લોબલ સંકેતોને કારણે સ્થાનિક બજારોમાં આજે પણ ભારે ઘટાડાની સાથે શરૂઆત જોવા મળી હતી. જોકે બપોર બાદ સારી રિકવરી પણ જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં 1.5 ટકા સુધીના ઘટાડા સાથે બંધ રહ્યા હતા. આજે નિફટી નીચામાં 10,276.3 સુધી ગબડી ગયો હતો, જ્યારે સેન્સેક્સ નીચામાં 33,482.8 સુધી ઊતરી ગયો હતો. છેલ્લે, નિફ્ટી 10,500ની પાસે બંધ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ 34,200ની નજીક બંધ રહ્યો હતો.

    મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં ભારે ઘટાડા પછી થોડો સુધારો જોવા મળ્યો હતો. બીએસઈનો મિડકેપ ઇન્ડેક્સ 1.7 ટકાના ઘટાડા સાથે 16,281ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઈનો મિડકેપ ઇન્ડેક્સ નીચામાં 15,776.2 સુધી પહોંચી ગયો હતો. નિફ્ટીનો મિડકેપ 100 ઇન્ડેક્સમાં 1.6 ટકાના ઘટાડા સાથે 19,402ની સપાટી બંધ રહ્યો હતો. આજે નિફ્ટીનો 100 ઈન્ડેક્સ નીચામાં 18,702 સુધી ઊતરી ગયો હતો. બીએસઈનો સ્મોલકેપ ઇન્ડેક્સ 2.2 ટકાના ઘટાડા સાથે 17,392ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે બીએસઈના સ્મોલકેપ ઇન્ડેક્સ નીચામાં 16,945 સુધી ઊતરી ગયો હતો.

    બીએસઇનો 30 શેરવાળો ઇન્ડેક્સ સેન્સેક્સ 561.22 પૉઇન્ટ અથવા 1.61 ટકાના ઘટાડા સાથે 34,195.94ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટીનો 50 શેરવાળો ઇન્ડેક્સ 168.22 પૉઈન્ટ અથવા 1.58 ટકાના ઘટાડા સાથે 10,498.25ની સપાટી બંધ રહ્યો હતો.

    આમ તો બજારમાં આજે ચારેતરફ વેચવાલી જોવા મળી હતી. આઇટી સિવાય ફાર્મા, પીએસયુ બેંક, એફએમસીજી, ઓટો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના શેરોમાં સૌથી વધુ વેચવાલી આવી હતી. બૅન્ક નિફ્ટી 1.1 ટકાના ઘટાડા સાથે 25,811.3ની સપાટી બંધ રહ્યો હતો.

    આજે લુપિન, ટાટા મોટર્સ, ટાટા મોટર્સ, ડીવીઆર, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, ટીસીએસ, બીએચએલ અને હીરો મોટોના શેરોના ભાવમાં 5.7-2.7 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જોકે બજાજ ફાઇનાન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, ઇન્ડિબુલ્સ હાઉસિગ અને આયશર મોટર્સના શેરોના ભાવમાં 3.6-0.15 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

    મિડકેપ શેરોમાં રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, સીજી કન્ઝ્યુમર, આઇડીબીઆઇ બેંક, ટૉરન્ટ પાવર અને યુનાઇટેડ બ્રુઅરીઝના શેરોના ભાવમાં 5.8-4.8 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, . જોકે પેજ ઇન્ડસ્ટ્રીઝ, ઇમામી, મેરિકો, શ્રીનમ ટ્રાન્સપોર્ટ અને હવેલ્સ ઇન્ડિયાના શેરોના ભાવમાં 2.6-0.8 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

    સ્મોલકેપ શેરોમાં મોહોટા ઇન્ડસ્ટ્રીઝ, વક્રાંગી, હિમાદ્રી સ્પેશિયલ, કિર્લોસ્કર ઓઈલ અને સીએમઆઈના શેરોના ભાવમાં 10-9.1 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જોકે ભૂષણ સ્ટીલ, શૈલી એન્જિનિયરિંગ, મનાલી પેટ્રો, ઓરિયેન્ટ વિનિયર અને જમના ઓટોના શેરોના ભાવમાં 14-6.9 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: BSE, Business, NSE, Sharemarket, નિફ્ટી, સેન્સેક્સ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन