સેન્સેક્સમાં 509 પૉઇન્ટનું ગાબડું, નિફ્ટી 10200ની નીચે

  • Share this:
    આજે શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે ભારે વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી અને સેન્સેક્સમાં 1.5 ટકા જેટલા ઘટાડા સાથે બંધ રહ્યા હતા. ઘટાડાના માહોલમાં નિફ્ટી 10200ની નીચે બંધ રહ્યો છે, જ્યારે સેન્સેક્સમાં 500 પૉઇન્ટથી વધુ ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી નીચામા 10180.25 સુધી ગગડી ગયો હતો, જ્યારે સેન્સેક્સ નીચામાં 33120 સુધી પહોંચી ગયો હતો.

    સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. બીએસઇના મિડકેપ ઇન્ડેક્સમાં એક ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો., જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઇન્ડેક્સમાં પણ એક ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. બીએસઇના સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.9 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો.

    આઈટી, મેટલ, ફાર્મા, બેન્કિંગ, ઓટો, એફએમસીજી, કેપિટલ ગુડ્ઝ, પાવર અને ઓઇલ-ગેસના શેરોમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી બેન્ક નિફ્ટી 1.25 ટકા ઘટાડા સાથે 24500ની નીચે બંધ રહ્યો હતો. નિફ્ટીના આઇટી ઈન્ડેક્સમાં 0.5 ટકા, એફએમસીજી ઇન્ડેક્સમાં 1.25 ટકા, ઓટો ઇન્ડેક્સમાં 1.7 ટકા, મેટલ ઇન્ડેક્સમાં 2.4 ટકા, ફાર્મા ઇન્ડેક્સમાં 1.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. બીએસઇના કેપિટલ ગુડ્ઝ ઇન્ડેક્સ અને પાવર ઇન્ડેક્સમાં 1.7 ટકા અને ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સમાં 2.1 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

    આજે અંબુજા સિમેન્ટ, હિરો મોટોકોર્પ, આઇઓસી, ટાટા મોટર્સ, એશિયન પેઇન્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બીપીસીએલ, એનટીપીસી, અદાણી પોર્ટ્સના શેરોના ભાવમાં 2.7-4.22 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જોકે કોલ ઇન્ડિયા, ટેક મહિન્દ્રા, એમએન્ડએમ, યસ બેન્ક, એચયુઇએલ, વિપ્રો, એચસીએલ ટેકના શેરોના ભાવમાં 0.5-0.99 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો.

    સ્મોલકેપ શેરોમાં ક્વોલિટી, એનઆઇઆઇટી ટેક, એસએચ કેલકર, ગેટવે ડિસ્ટ્રિ., કોક્સ એન્ડ કિંગ્સના શેરોના ભાવમાં 5.62-7.15 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે નવનીત, એમએમટીસી, જયપ્રકાશ એસોસિએટ્સ, નેલકાસ્ટ, 63 મુંસ ટેકના શેરોના ભાવમાં 9.1-7.4 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

    મિડકેપ શેરોમાં રિલાયન્સ ઇન્ફ્રા, ઓબરોય રિયલ્ટી, આદિત્ય બિરલા, સેન્ટ્રલ બેન્ક, એનએલસી ઇન્ડિયાના શેરોના ભાવમાં 4.35-5.43 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે કેનેરા બેન્ક, પિરામલ એન્ટરપ્રાઇઝ, વક્રાંગી,અજંટા ફાર્મા, સીજી કન્ઝ્યુમરના શેરોના ભાવમાં 5-1.5 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

    છેલ્લે, બીએસઇના 30 શેરોવાળા ઈન્ડેક્સ સેન્સેક્સ 509.54 પૉઇન્ટ અથવા 1.15 ટકાના ઘટાડા સાથે 33176ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે એનએસઇ 50 શેરોવાળા ઇન્ડેક્સ નિફ્ટી 165 પૉઇન્ટ અથવા 1.59 ટકાના ઘટાડા સાથે 10195.15ના સ્તરે બંધ રહ્યો હતો.
    Published by:Sanjay Joshi
    First published: