નિફ્ટી 10230ના નીચે, સેન્સેક્સમાં 44 પૉઇન્ટનો ઘટાડો

  • Share this:
    આજે બજારમાં સારી શરૂઆત થઈ હતી, પણ છેલ્લા કલાકમાં વેચવાલી આવતાં સુધારો ટકી શક્યો ન હતો. આજે આખો દિવસ બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. નિફ્ટીએ ઉપરમાં 10296.7 સુધી પહોંચ્યો હતો, જ્યારે સેન્સેક્સ 33519.5 સુધી પહોંચ્યો હતો. છેલ્લે નિફ્ટી 10230ના સ્તર નીચે બંધ રહ્યો હતો અને સેન્સેક્સમાં 44 પૉઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.

    સ્મોલકેપ અને મિડકેપના શેરોમાં દબાણ જોવા મળ્યું હતું બીએસઇનો મિડકેપ ઇન્ડેક્સ 0.4 ટકા સુધી ઘટીને 15987.3ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના મિડકેપ 100 ઇન્ડેક્સ 0.6 ટકાના ઘટાડા સાથે 18773ના સ્તરે બંધ રહ્યો 8હતો. બીએસઈના સ્મોલકેપ ઇન્ડેક્સ 0.5 ટકાના ઘટાડા સાથે 17306ના સ્તરે બંધ રહ્યો હતો.

    આજે એક્સિસ બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, યસ બેન્ક, ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ્સ, સન ફાર્માના શેરોના ભાવમાં 4.7-1.4 ટકાના ઘટાડો થયો હતો, જ્યારે બજાજ ફાઇનાન્સ, ટેક મહિન્દ્રા, એચડીએફસી, ટીસીએસ, આઇશર મોટર્સ, ઇન્ફોસિસ, એલએન્ડટીના શેરોના ભાવમાં 2-0.5 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

    મિડકેપ શેરોમાં અદાણી એન્ટરપ્રાઈઝીસ, સેઇલ, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, આઇડીબીઆઇ બેન્ક, કેનરા બેન્કના શેરોના ભાવમાં 9.75-5.5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે સેન્ટ્રલ બેન્ક, ઓબેરોય રિયલ્ટી, બાયર ક્રોપ, એસજેવીએન, પેજ ઇન્ડસ્ટ્રીઝના શેરોના ભાવમાં 9.7-2.8 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

    સ્મોલકેપ શેરોમાં ડીસીએમ શ્રીરામ, ભૂષણ સ્ટીલ, મોહોતા ઇન્ડસ્ટ્રીઝ, એરો ગ્રીનટેક, અર્શિયાના શેરોના ભાવમાં 13.1-6 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે જેન ટેક, શિલ્પા, એસપી, અપેરલ અને એનસીએલ ઇન્ડસ્ટ્રીઝના શેરોના ભાવમાં 9.5-7.2 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

    છેલ્લે બીએસઈના 30 શેરોવાળા ઇન્ડેક્સ સેન્સેક્સ 44.4 પૉઇન્ટ અથવા 0.13 ટકાના ઘટાડાની સાથે 33307.14ના સ્તરે બંધ રહ્યો હતો. એનએસઈના 50 શેરોવાળા ઇન્ડેક્સ નિફ્ટી 15.80 પૉઇન્ટ અથવા 0.15 ટકાના ઘટાડા સાથે 10226.85ના સ્તરે બંધ રહ્યો હતો. છે.
    Published by:Sanjay Joshi
    First published: