સેન્સેક્સમાં 430 પૉઇન્ટનો ઘટાડો, નિફ્ટી 10,250થી નીચે

 • Share this:
  આજે સવારે બજાર સારું ખૂલ્યા બાદ મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સે ઊંચામાં 34060, જ્યારે નિફ્ટી ઊંચામાં 10441.35 સુધી પહેંચ્યા હતા, પણ એ સ્તર પર ટકી ન શક્યા. વેચવાલી સતત ચાલુ રહેતાં સેન્સેક્સ નીચામાં 33209.76 સુધી ગબડી ગયો હતો, જ્યારે નિફ્ટી નીચામાં 10215.90 સુધી પહોંચી ગયો હતો. છેલ્લે, સેન્સેક્સ અને નિફ્ટીમાં એક ટકાથી વધુના ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

  બીએસઇના 30 શેરોવાળા સેન્સેક્સ 429.58 પૉઇન્ટ અથવા 1.27 ટકાના ઘટાડાની સાથે 33317.20ના સ્તરે બંધ રહ્યો હતો. એનએસઇના 50 શેરોવાળા ઇન્ડેક્સ નિફ્ટી 109.60 પૉઇન્ટ અથવા 1.06 ટકાના ઘટાડા સાથે 10249.25ના સ્તરે બંધ રહ્યો હતો.

  આજે આઇસીઆઇસીઆઇ, એસબીઆઇ બેન્ક, લ્યુપિન, સન ફાર્મા,યુપીએલ, એમએન્ડએમ, ભારતી એરટેલના શેરોના ભાવમાં 2.48-3.30 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ઇન્ડસઇન્ડ બેન્ક, BPCL,સિપ્લા, અલ્ટ્રાસિમેન્ટ, IOCના શેરોના ભાવમાં 0.73-2.49 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

  સ્મોલકેપ શેરોમાં બીઇએમએલ, ધામપુર શુગર, દ્વારિકેશ શુગર, ત્રિવેણી એન્જિનયર્સ, સુપ્રીમ ઇન્ફ્રાના શેરોના ભાવમાં 8.37-12.29 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે વક્રાંગી, બોમ્બે ડાઇનિંગ, નવનીત, બજાજ ઈલેક્ટ્રોનિક્સ, સચિન્દ્ર ઇન્ફ્રાના શેરોના ભાવમાં 3.79-5.91 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

  મિડકેપ શેરોમાં બેન્ક ઑફ ઇન્ડિયા, ઇન્ડિયન બેન્ક અને કેનેરા બેન્ક, અદાણી એન્ટરપ્રાઇઝ, રિલાયન્સ કૉમ્યુનિકેશન્સના શેરોના ભાવમાં 5.89-9.06 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે બજાજ હોલ્ડિંગ્સ, એમઆરપીએલ, ક્રિસિલ, સન ટીવી નેટવર્કના શેરોના ભાવમાં 1.23-2.12 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.
  Published by:Sanjay Joshi
  First published: