Home /News /india /નિફ્ટી 10450ની નીચે, સેન્સેક્સમાં 306 પૉઇન્ટનું ગાબડું

નિફ્ટી 10450ની નીચે, સેન્સેક્સમાં 306 પૉઇન્ટનું ગાબડું

નિફ્ટીમાં 106.35 પૉઇન્ટ અને સેન્સેક્સમાં 306 પૉઇન્ટનો ઘટાડો.

    ગ્લોબલ સંકટ વધવાની આશંકાએ આજે સ્થાનિક બજારમાં ઘટાડો નોંધાયો હતો. છેલ્લા એક કલાક દરમિયાન શેરબજારમાં વધુ ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેકસમાં 0.88 ટકા અને નિફ્ટીમાં 1.01 ટકાનો ઘટાડો નોંધાયો હતો. છેલ્લે, સેન્સેકસ 306.33 પૉઇન્ટના ઘટાડા સાથે 34344.91 અને નિફ્ટી 106.35 ટકાના ઘટાડા સાથે 10430.35ના સ્તરે બંધ રહ્યા હતા.

    આજે સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં ઘટાડો નોંધાયો હતો. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 0.24 ટકા અથવા 38.36 પૉઇન્ટના ઘટાડા સાથે 15,699.75ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટીનો મિડકેપ 100 ઇન્ડક્સ 0.60 ટકા અથવા 112.40 પૉઇન્ટના ઘટાડા સાથે 18506.80ના સ્તરે રહ્યો હતો. બીએસઇ સ્મોલકેપ ઇન્ડક્સ 0.47 ટકા અથવા 80.01 ટકાના ઘટાડા સાથે 16976.88ના સ્તરે બંધ રહ્યો હતો.

    આજે રિયલ્ટી, ફાર્મા, ઓઇલ એન્ડ ગેસ, મેટલ, એફએમસીજી અને ખાનગી બેંક શેરોમાં વધુ વેચવાલી જોવા મળી હતી. નિફ્ટીનો મેટલ ઇન્ડેક્સ 3.74 ટકા અથવા 134.55 પૉઇન્ટના ઘટાડા સાથે 3458.35ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે પીએસયુ બેન્કોમાં સારીએવી ખરીદી જોવા મળી હતી. નિફ્ટીનો પીએસયુ ઇન્ડેક્સ 2.84 પૉઇન્ટના વધારા સાથે 2896ના સ્તરે બંધ રહ્યો હતો જ્યારે બેંક નિફ્ટી 0.36 ટકાના ઘટાડા સાથે 25684.95ના સ્તરે બંધ રહ્યો હતો.

    આજે HPCL,BPCL, ONGC, ITC, વેદાંતા, ટાટા સ્ટીલ, ડો. રેડ્ડીઝ, ઇન્ડસઇન્ડ બેંકના શેરોમાં 8-2 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ગ્રાસિમ, ટાટા મોટર્સ, ટેક મહેન્દ્રા, NTPC,LNT,SBI, સિપ્લાના શેરોમાં 3.7-0.5 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

    મિડકેપ શેરોમાં ચોલામંડલ, જિંદાલ સ્ટીલ, સેઇલ, બર્જર પેઇન્ટ, ટોરન્ટ પાવરના શેરોના ભાવમાં 6-3.3 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ઇમામી, એશોક લેલેન્ડ, ગ્લેક્સો કન્ઝ્યુમર, આઇડીબીઆઇ બેંક, નેટકો ફાર્માના શેરોમાં 6-2.6 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: Business, Nifty down, Sensex down, Sharemarket

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन