Home /News /india /સેન્સેક્સમાં 301 પૉઇન્ટનો ઘટાડો, નિફ્ટી 10600ની નીચે બંધ

સેન્સેક્સમાં 301 પૉઇન્ટનો ઘટાડો, નિફ્ટી 10600ની નીચે બંધ

    આજે અઠવાડિયાના અંતિમ દિવસે પણ શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સમાં 0.86 ટકાનો અને નિફ્ટીમાં 0.81 ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી નીચામાં 10682.10 સુધી ગગડી ગયો હતો, જ્યારે સેન્સેક્સ નીચામાં 34821.62 સુધી પહોંચી ગયો હતો. છેલ્લે, સેન્સેક્સ 300.82 પૉઇન્ટના ઘટાડાએ 34848.30ના સ્તરે, જ્યારે નિફ્ટી 86.30 પૉઇન્ટના ઘટાડાએ 10596.40 સ્તરે બંધ રહ્યો હતો.

    સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં આજે જોરદાર વેચવાલી જોવા મળી હતી. બીએસઈનો મિડકેપ ઇન્ડેક્સ 1.47 ટકાના ઘટાડા સાથે 15895.68ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સ 1.37 ટકાના ઘટાડા સાથે 18891.80ના સ્તરે બંધ રહ્યો હતો. બીએસઈનો સ્મોલકેપ ઇન્ડેક્સ 1.62 ટકાના ઘટાડા સાથે 17326.78ના સ્તરે બંધ રહ્યો હતો.

    આજે રિયલ્ટી, કેપિટલ, મેટલ, ફાર્મા, ઑઇલ એન્ડ ગેસ ઑટો, બેન્કિંગ, ગુડ્ઝ, પાવર, ઇન્ફ્રા, મીડિયા, એનર્જી, આઇટી શેરોમાં ભારે વેચવાલીનું દબાણ જોવામાં મળ્યું હતું. બેન્ક નિફ્ટી 0.76 ટકાના ઘટાડા સાથે 25875.60ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે FMCG શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ 1.25 ટકા અથવા 356.70 પૉઇન્ટના વધારા સાથે 28852.70ના સ્તરે બંધ રહ્યો હતો.

    ટાટા કોમ, ટાટા મોટર્સ, સિપ્લા, વિપ્રો, સન ફાર્મા, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, રિલાયન્સ ઇન્ફ્રા ના શેરોના ભાવમાં 3.21-4.69 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે જ્યુબિલન્ટ ફૂડ, પીઆઇ ઇન્ડ., બજાજ ફાઈનાન્સ, ટેક મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, ઈન્ડસઈન્ડ બેન્ક, એચયુએલ, કોટક મહિન્દ્રા બેન્કના શેરોના ભાવમાં 1.08-3.51 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

    સ્મોલકેપ શેરોમાં સ્ટ્રાઇડ્સ શાસૂન, એસઆરએફ, મિર્ક ઈલેક્ટ્રોનિક્સ, સ્કિવન્ટ, એપ્ટેકના શેરોના ભાવમાં 9.51-24.57 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ધામપુર શૂગર, યુકાલ ફ્યુઅલ, લિપ્સા જેમ્સ, ટાઇમ ટેકનોના શેરોના ભાવમાં 5-8.66 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

    મિડકેપ શેરોમાં વોક્હાર્ટ, વક્રાંગી, અમરરાજા બેટરી, રિલાયન્સ પાવર, નાલ્કોના શેરોના ભાવમાં 4.98-6.82 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે બાયોકોન, એન્ડ્યોરન્સ ટેક્નિક્લ, કોલગેટ, યુનાઇટેડ બ્રુઅરીઝ, સેન્ટ્રલ બેન્કના શેરોના ભાવમાં 4.89-1.60 ટકા સુધીનો વધારો નોંધાયો હતો..

    છેલ્લે, બીએસઈના 30 શેરોવાળા ઈન્ડેક્સ સેન્સેક્સ 300.82 પૉઇન્ટ અથવા 0.86 ટકાના ઘટાડા સાથે 34848.30ના સ્તરે બંધ રહ્યો હતો. એનએસઈના 50 શેરોવાળા ઇન્ડેક્સ નિફ્ટી 86.30 પૉઇન્ટ અથવા 0.81 ટકાના ઘટાડા સાથે 10596.40ના સ્તરે બંધ રહ્યો હતો.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: Business, Nifty down, Sensex down, Sharemarket

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन