Home /News /india /સેન્સેક્સમાં 287 પૉઇન્ટનો ઘટાડો

સેન્સેક્સમાં 287 પૉઇન્ટનો ઘટાડો

સેન્સેક્સમાં 284 પૉઇન્ટ અને નિફ્ટીમાં 95 પૉઇન્ટનું ગાબડું.

    આજે સ્થાનિક બજારોની શરૂઆત સારી રહી હતી, પણ અંત નિરાશાજનક રહ્યો હતો. આજે નિફ્ટી 10612.90 સુધી પહોંચવામાં રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ 34508.24 સુધી પહોંચ્યો હતો. જોકે અંતમાં નિફ્ટી 10450.30 પર બંધ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ 34010.76 પર બંધ રહ્યો હતો. આજે નિફ્ટી નીચામાં 10434 સુધી ગબડી ગયો હતો, જ્યારે સેન્સેક્સ નીચામાં 33957.33 સુધી પહોંચી ગયો હતો.

    આજે રિયલ્ટી,મેટલ, બેન્કિંગ, ઑટો, કેપિટલ ગુડ્ઝ, ઓઇલ-ગેસ, પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી એક ટકો ઘટીને 25163.90ના સ્તર પર બંધ રહ્યો હતો.

    સ્મોલકેપ-મિડકેપના શેરોમાં પણ વેચવાલી જોવા મળી હતી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.25 ટકા ઘટીને 16602.4ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સ 1.25 ટકાના ઘટાડા સાથે 19701.3ના સ્તરે બંધ રહ્યો હતો. બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સમાં 1.25 ટકાના ઘટાડા સાથે 18036ના સ્તરે બંધ રહ્યો હતો.

    બીએસઈના 30 શેરવાળો ઈન્ડેક્સ સેન્સેક્સ 286.71 પૉઇન્ટ અથવા 0.84 ટકાના ઘટાડાની સાથે 34010.76ના સ્તરે બંધ રહ્યો છે. એનએસઈના 50 શેરવાળો ઈન્ડેક્સ નિફ્ટી 93.20 પૉઇન્ટ અથવા 0.88 ટકાના ઘટાડા સાથે 10452.30ના સ્તરે બંધ રહ્યો હતો..

    આજે ટેક મહિન્દ્રા, આઈશર મોટર્સ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, એસબીઆઈ, યસ બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્કના શેરોના ભાવમાં 3.6-2 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, પણ અંબુજા સિમેન્ટ, ઈન્ફોસિસ, કોટક મહિન્દ્રા બેન્ક, ડૉ. રેડ્ડીઝ, સિપ્લા, એશિયન પેઇન્ટ્સ, લ્યુપિનના શેરોના ભાવમાં 1.5-0.75 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

    બજારમાં નાના શેરોમાં પણ જોરદાર વેચવાલી જોવા મળી હતી. બીએસઇ મિડકેપ-સ્મોલકેપ ઇન્ડેક્સ 1.20 ટકા ગબડ્યો છે. સ્મોલકેપમાં ગીતાંજલિ જેમ્સ સૌથી વધુ 19.94 ટકા તૂટીને રૂ.37.55 રહ્યો હતો, મિડકેપમાં જિન્દાલ સ્ટીલ, એલએન્ડટી ફાઇ., અપોલો હોસ્પિટલ, સન ટીવી, , સેઇલના શેરોના ભાવમાં 5.75 ટકાથી 3.34 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: BSE, Business, NSE, Share market, નિફ્ટી, સેન્સેક્સ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन