સેન્સેક્સમાં 284 પૉઇન્ટનો ઘટાડો, નિફ્ટી 10150ની પાસે

  • Share this:
    આજે શૅરબજારમાં છઠ્ઠા દિવસે પણ ઘટાડા સાથે બંધ રહ્યું હતું. નિફ્ટી પોતાના લાઇફ ટાઇમ હાઇથી કુલ 1000 પૉઇન્ટથી વધુ નીચે ઊતરી ગયો છે. સૌથી ખરાબ હાલત સરકારી બેન્કોની થઈ છે. પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 3.5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. બાકીના સેક્ટરની વાત કરીએ તો એફએમસીજીને છોડી બધાં સેક્ટર્સમાં વેચવાલી જોવા મળી હતી. નાના-મધ્યમ શેરોમાં પણ વેચવાલી ચાલુ રહી હતી.

    નિફ્ટી અને સેન્સેક્સ આશરે એક ટકાના ઘટાડા સાથે બંધ રહ્યા હતા. નિફ્ટી નીચીમાં 10141.55 સુધી ગગડી ગયો હતો, જ્યારે સેન્સેક્સ નીચામાં 32991.14 સુધી ઊતરી ગયો હતો. છેલ્લે, નિફ્ટી 10150ની પાસે, જ્યારે સેન્સેક્સ 33000ની થોડો ઉપર બંધ રહ્યા હતા.

    સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં આજે પણ વેચવાલી જોવા મળી હતી. બીએસઇના મિડકેપ ઈન્ડેક્સ 1.3 ટકા ઘટીને બંધ રહ્યો હતો. નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 1.6 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સમાં 2.2 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

    પાવર, ફાર્મા, બેન્કિંગ, મેટલ, કેપિટલ ગુડ્ઝ, ઑઇલ-ગેસના શેરોમાં સૌથી વધારે વેચવાલી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી 1.3 ટકાના ઘટાડા સાથે 24134ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના મેટલ ઇન્ડેક્સમાં 1.2 ટકા અને ફાર્મા ઈન્ડેક્સમાં 1.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. બીએસઈના કેપિટલ ગુડ્ઝ ઈન્ડેક્સમાં 2 ટકા, પાવર ઈન્ડેક્સમાં 1.9 ટકા અને ઑઇલ-ગેસ ઈન્ડેક્સમાં 1.3 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

    છેલ્લે, બીએસઈના 30 શેરોવાળા ઈન્ડેક્સ સેન્સેક્સ 284.11 પૉઇન્ટ અથવા 0.85 ટકાના ઘટાડા સાથે 33033.9ના સ્તરે બંધ રહ્યો હતો. એનએસઈના 50 શેરોવાળા ઈન્ડેક્સ નિફ્ટી 95.05 પૉઇન્ટ અથવા 0.93 ટકાના ઘટાડા સાથે 10154.20ના સ્તરે બંધ રહ્યો હતો.

    આજે અદાણી પોર્ટ્સ, એસબીઆઈ, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેન્ક અને અંબુજા સિમેન્ટના શેરોના ભાવમાં 2.26-6.45 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે એચસીએલ ટેક, આઈટીસી, મારુતિ સુઝુકી, એશિયન પેઇન્ટ્સ, કોટક મહિન્દ્રા બેન્ક અને ટાટા મોટર્સના શેરોના ભાવમાં 0.45-1.84 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો.

    સ્મોલકેપ શેરોમાં અરવિંદ સ્માર્ટ,ભૂષણ સ્ટીલ, ફ્યુચર એન્ટરપ્રાઈઝ ડીવીઆર, લિપ્સા જેમ્સ, ફોર્ટિસ હેલ્થના શેરોના ભાવમાં 8.39-9.4 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હત, જ્યારે ટિમલીઝ, સાગર સિમેન્ટ, અરિહંત સુપરસ્માર્ટ, એફડીસી, વક્રાંગીના શેરોના ભાવમાં 4.98-6.81 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.
    Published by:Sanjay Joshi
    First published: