Home /News /india /

નિફ્ટી 10700ની નીચે, સેન્સેક્સમાં 239 પૉઇન્ટનો ઘટાડો

નિફ્ટી 10700ની નીચે, સેન્સેક્સમાં 239 પૉઇન્ટનો ઘટાડો

    આજે બેન્ક નિફ્ટીના વીકલી એક્સપાયરીના દિવસે શેરબજારમાં તેજ ગતિથી ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં 0.67 ટકા અને નિફ્ટીમાં 0.54 ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી નીચામાં 10664.50ના પહોંચી ગયો હતો, જ્યારે સેન્સેક્સ 35.087.82ના સ્તરે પહોંચી ગયો હતો. છેલ્લે, સેન્સેક્સમાં 238.76 પૉઇન્ટ અને નિફ્ટીમાં 58.40 પૉઇન્ટનો ઘટાડો નોંધાયો હતો.

    આજે સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં સારીએવી ખરીદી જોવા મળી હતી. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 0.67 ટકા વધીને 16133ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીનો મિડકેપ 100 ઈન્ડેક્સ 0.37 ટકા વધી 19153.30ના સ્તરે બંધ રહ્યો હતો. બીએસઈના સ્મોલકેપ ઇન્ડેક્સ 0.43 ટકા વધીને 17611.89ના સ્તરે બંધ રહ્યો હતો.

    આજે ટાટા સ્ટીલ, એક્સિસ બેન્ક, એચડીએફસી, હિંદાલ્કો, UPL,I TC, BPCL,ભારતી એરટેલના શેરોના ભાવમાં 1.76-3.15 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ONGC,બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, કોલ ઈન્ડિયા, ટાટા મોટર્સ, સન ફાર્મા, ઇન્ફ્રાટેલ, વિપ્રોના શેરોના ભાવમાં 1-7.71 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

    સ્મેલકેપ શેરોમાં વીઆઈપી ક્લોથિંગ, સ્કિપર, કરિઅર પોઇન્ટ, સ્માર્ટલિંક નેટ, પીટીસી ઈન્ડિયાના શેરોના ભાવમાં 7.2-13.4 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ઈન્ફ્રોસૉફ્ટ ટેક, જ્યોતિ લેબ્સ, મનાલી પેટ્રો, ફ્યુચર એન્ટરપ્રાઇઝ ડીવીઆર, નિટકોના શેરોના ભાવમાં 10.02-19.99 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

    મિડકેપ શેરોમાં એમઆરપીએલ, વક્રાંગી, ટીવીએસ મોટર્સ, આદિત્ય બિરલા ફેશનના શેરોના ભાવમાં 1.99-5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે રિલાયન્સ પાવર, રિલાયન્સ કેપિટલ, પેટ્રોનેટ એલએનજી, સીજી કન્ઝ્યુમર, હુડકોના શેરોના ભાવમાં 4.64-8.05 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

    છેલ્લે, બીએસઈના 30 શેરોવાળા ઈન્ડેક્સ સેન્સેક્સ 238.76 પૉઇન્ટ અથવા 0.67 ટકાના ઘટાડા સાથે 35149.12ના સ્તરે બંધ રહ્યો હતો. એનએસઈના 50 શેરોવાળા ઇન્ડેક્સ નિફ્ટી 58.40 પૉઇન્ટ અથવા 0.54 ટકાના ઘટાડા સાથે 10682.70ના સ્તરે બંધ રહ્યો હતો.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: Business, Nifty down, Sensex down, Sharemarket

    આગામી સમાચાર