સેન્સેક્સમાં 206 પૉઇન્ટનો ઘટાડો, નિફ્ટી 10115ની નીચે

  • Share this:
    આજે માર્ચ વાયદાના એક્સપાયરી દિવસે શેરબજારમાં નબળાઈ જોવા મળી હતી. ખરાબ ગ્લોબલ સંકેતોને કારણે ભારતીય બજારોમાં થોડું દબાણ જોવા મળ્યું હતું. સેન્સેક્સમાં 0.62 ટકા અને નિફ્ટીમાં 0.69 ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી નીચામાં 10096.9 સુધી ગગડી ગયો હતો, જ્યારે સેન્સેક્સ નીચામાં 32197.7 સુધી પહોંચી ગયો હતો. છેલ્લે, નિફ્ટી 10100ની પર તેમ જ સેન્સેક્સ 33000ની નીચે બંધ રહ્યા હતા

    આજે સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈના મિડકેપ ઇન્ડેક્સ 85.74 પૉઇન્ટ અથવા 0.53 ટકા ઘટીને 15962.59ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના મિડકેપ 100 ઇન્ડેક્સ 202.45 પૉઇન્ટ અથવા 1.07 ટકાના ઘટાડા સાથે 18757.45ના સ્તરે બંધ રહ્યો હતો. બીએસઈના સ્મોલકેપ ઇન્ડેક્સ 158.57 પૉઇન્ટ અથવા 0.92 ટકાના ઘટાડા સાથે 16994.36ના સ્તરે બંધ રહ્યો હતો.

    છેલ્લે, બીએસઇના 30 શેરોવાળા ઇન્ડેક્સ સેન્સેક્સ 205.71 પૉઇન્ટ અથવા 0.62 ટકાના ઘટાડાની સાથે 32968.68ના સ્તરે બંધ રહ્યો હતો. એનએસઈના 50 શેરોવાળા ઇન્ડેક્સ નિફ્ટી 70.45 પૉઇન્ટ અથવા 0.69 ટકાના ઘટાડા સાથે 10113.70ના સ્તરે બંધ રહ્યો હતો.

    આજે મેટલ, મિડિયા, ફાર્મા, ઇન્ફ્રા., પીએસયુ બેંક, એફએમસીજી, રિયલ્ટી, પાવરના શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બેંક નિફ્ટી ઇન્ડેક્સ 0.70 ટકા, મેટલ ઇન્ડક્સ 2.04 ટકા, પીએસયુ બેંક ઇન્ડેક્સ 1.93 ટકા, મિડિયા ઇન્ડેક્સ 1.76 ટકા, ફાર્મા ઇન્ડેક્સ 1.12 ટકા, એફએમસીજી ઇન્ડેક્સમાં 0.66 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

    ટાટા સ્ટીલ, બજાજ ઑટો, ભારતી એરટેલ, વેદાંતા, અદાણી પોર્ટ્સ, રિલાયન્સ, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેન્કના શેરોના ભાવમાં 1.73-3.71 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે બીપીસીએલ, વિપ્રો, બૉશ, ગેઇલ, કોલ ઈન્ડિયા, ટેક મહિન્દ્રા, હીરો મોટોકૉર્પના શેરોના ભાવમાં 1.64-3.41 ટકા સુધીનો વધારો નોંધાયો હતો..

    મિડકેપ શેરોમાં વક્રાંગી, ગ્લેક્સોસ્મિથ., રિલાયન્સ કૉમ્યુનિકેશન્સ, અદાણી પાવર, આઈડીબીઆઈ બેન્કના શેરોના ભાવમાં 4.98-8.31 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ઈન્ડિયન હોટલ્સ, એન્ડુરન્સ ટેક્નિકલ, આદિત્ય બિરલા, સીજી કન્ઝ્યુમર, ઓબરોય રિયલ્ટીના શેરોના ભાવમાં 3.86-4.44 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

    સ્મોલકેપ શેરોમાં ક્વોલિટી, ડેલ્ટા કૉર્પ, ઈન્ડોકો રેમેડીઝ, ફોર્ટિસ હેલ્થકેરના શેરોના ભાવમાં 11.75-20 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ઇરો ગ્રીનટેક, રિલેક્સો ફૂટવિયર, મહિન્દ્રા હોલિડેઝ, પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ કાકટિયા સિમેન્ટ, સેન્ટ્રલ કેપિટલના શેરોના ભાવમાં 6.59-18 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.
    Published by:Sanjay Joshi
    First published: