સેન્સેક્સમાં 156 પૉઇન્ટનું ગાબડું, નિફ્ટી 10741 પર બંધ

 • Share this:
  શેરબજારમાં આજે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. નીચલા મથાળાથી સુધારા બાદ પણ સેન્સેક્સમાં 0.44 ટકા અને નિફ્ટીમાં 0.56 ટકાનો ઘટાડો નોંધાયો હતો. બજારમાં બેન્ક શેરોએ સૌથી વધારે મૂડ ખરાબ કર્યો હતો. નિફ્ટી નીચામાં 10699.70 સુધી ઊતરી ગયો હતો, જ્યારે સેન્સેક્સ 35241.63 સુધી નીચે પહોંચી ગયો હતો. છેલ્લે, સેન્સક્સ 156.06 પૉઇન્ટના ઘટાડા સાથે 35387.88ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 60.75 પૉઇન્ટના ઘટાડા સાથે 10741.10ના સ્તરે બંધ રહ્યો હતો.

  આજે સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં વધુ દબાણ જોવા મળ્યું હતું. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.27 ટકા ઘટાડા સાથે 16024.86ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સ 0.07 ટકા જેવા મામૂલી ઘટાડે 19082.90ના સ્તરે બંધ રહ્યો હતો. બીએસઈનો સ્મોલકેપ ઇન્ડેક્સ 0.06 ટકાના વધારાએ 17536.01ના સ્તરે બંધ રહ્યો હતો.

  મેટલ, બેન્કિંગ, ફાઈનાન્સ સર્વિસ, ઑટો, ફાર્મા, ઓઇલ એન્ડ ગેસ શેરોમાં સૌથી વધુ દબાણ જોવા મળ્યું હતું. બેન્ક નિફ્ટી 1.10 ટકાના ઘટાડાની સાથે 26182.15ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે આઈટી, રિયલ્ટી, એફએમસીજી, મીડિયા શેરોમાં સુધારો જોવા મળ્યો હતો.

  આજે આઈસીઆઈસીઆઈ બેન્ક, SBI, હીરો મોટો, અદાણી પોર્ટસ, સિપ્લા, અલ્ટ્રાટેક સિમેન્ટ, રિલાયન્સ, ગેલ, બીપીસીએલના શેરોમાં 1.25-3.67 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, બજાજ ફાઈનાન્સ, વિપ્રો, એચયુએલ, લ્યુપિન, આઈટીસી, એશિયન પેઇન્ટ્સ, યસ બેન્ક અને ઝી એન્ટરટેનમેન્ટના શેરોના ભાવમાં 0.8-3.9 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

  સ્મોલકેપ શેરોમાં મોરેપીન લેબ્સ, સિન્ડિકેટ બેન્ક, ક્લેરિએન્ટ કેમ, સેન્ચ્યુરી પ્લાય, અદાણી ટ્રાન્સમિશન, ઈરોઝ આઈએનટીએલના શેરોના ભાવમાં 15.18-8.2 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ઈન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ, એચઈજી, વી-માર્ટ રિટેલ, પીટીસી ઈન્ડિયા ફાઈનાન્સ અને પ્રીમિયર એક્સપ્લોસિવના શેરોના ભાવમાં 7.8-12.04 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

  મિડકેપ શેરોમાં પેટ્રોનેટ એલએનજી, ફેડરલ બેન્ક, મેક્સ ફાઈનાન્શિયલ, વક્રાંગી, એમએન્ડએમ ફાઈનાન્શિયલના શેરોના ભાવમાં 2.89-5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે જેએસડબ્લ્યુ એનર્જી, નાલ્કો, ગ્લેનમાર્ક, એમ્ફેસિસ અને મેરિકોના શેરોના ભાવમાં 2.3-4.13 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

  છેલ્લે, બીએસઈના 30 શેરોવાળા ઈન્ડેક્સ સેન્સેક્સ 156.06 પૉઇન્ટ અથવા 0.44 ટકાના ઘટાડા સાથે 35387.88ના સ્તરે બંધ રહ્યો હતો. એનએસઈના 50 શેરોવાળા ઇન્ડેક્સ નિફ્ટી 60.75 પૉઇન્ટ અથવા 0.56 ટકાના ઘટાડા સાથે 10741.10ના સ્તરે બંધ રહ્યો હતો.
  Published by:Sanjay Joshi
  First published: