સેન્સેક્સમાં 150 પૉઇન્ટનો ઘટાડો, નિફ્ટી 10350ની પાસે

નિફ્ટીમાં 106.35 પૉઇન્ટ અને સેન્સેક્સમાં 306 પૉઇન્ટનો ઘટાડો.

 • Share this:
  શેરબજારમાં આજે દિવસભર સુસ્ત વાતાવરણ જોવા મળ્યું હતું. છેલ્લે, સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડાની સાથે બંધ રહ્યા હતા છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં આશરે 0.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જોકે સ્મોલકેપ-મિડકેપના શેરોના ભાવમાં વધારો નોંધાયો હતો. બીએસઇના મિડકેપ ઇન્ડેક્સમાં 0.5 ટકા જેટલો વધારો નોંધાયો હતો. નિફ્ટીના મિડકેપ 100 ઇન્ડેક્સમાં 0.4 ટકા જેટલો વધારો નોંધાયો હતો. બીએસઇના સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.8 ટકા જેટલો ઉછાળો નોંધાયો હતો.

  નિફ્ટીના સેક્ટર ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ રહ્યો હતો. મીડિયા, મેટલ, એફએમસીજી, ફાર્મા, પીએસયુ બેન્ક, ઓઇલ એન્ડ ગેસના શેરોમાં વધુ વેચવાલી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી 0.25 ટકા જેટલો ઘટીને 248792ના સ્તરે બંધ રહ્યો હતો.

  આજે એમએન્ડએમ, કોલ ઇન્ડિયા, એશિયન પેઇન્ટ્સ, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, બજાજ ફાઇનાન્સ, ઓએનજીસીના શેરોના ભાવમાં 0.5-2.11 ટકા સુધીના વધારા સાથે બંધ રહ્યા હતા, જ્યારે આઈસીઆઈસીઆઈ બેન્ક, એસબીઆઈ, યસ બેન્ક, આઈઓસી, રિલાયન્સ, બોશ, ગેલ ઇન્ડિયાના શેરોના ભાવમાં 1.47-2.94 ટકા સુધીના ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

  સ્મોલકેપ શેરોમાં ટીવી ટુડે, માસ્ટેક વેન્કિસ, ફિનિક્સ મિલ્સ, મિંડા ઇન્ડસ્ટ્રીના શેરોના ભાવમાં 3.8-5.25 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યા હતા, જ્યારે આરએસડબ્લ્યએમ, 63 મુન્સ ટેક, એમએમટીસી, એક્રોટેક, ટીજીબી બેન્કેવેટ્સના શેરોના ભાવમાં 13.50-20 ટકા સુધીના વધારા સાથે બંધ રહ્યા હતા.

  મિડકેપ શેરોમાં આઇડીબીઆઈ બેન્ક, સેન્ટ્રલ બેન્ક, વક્રાંગી, સેઇલ, શ્રીરામ ટ્રાન્સ.ના શેરોના ભાવમાં 3.5-15.6 ટકા સુધીના વધારા સાથે બંધ રહ્યા હતા, જ્યારે એનબીસીસી, પેજ ઇન્ડસ્ટ્રી, વોકહાર્ટ, રાજેશ એક્સપોર્ટ્સ, આદિત્ય બિરલા ફાઈનાન્સના શેરોના ભાવમાં 1.7-2.6 ટકા સુધીના ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

  છેલ્લે, બીએસઇના 30 શેરોવાળા ઇન્ડેક્સ સેન્સેક્સ 150.20 પૉઇન્ટ અથવા 0.44 ટકાના ઘટાડાની સાથે 33685.54ના સ્તરે બંધ રહ્યો હતો. એનએસઈના 50 શેરોવાળા ઇન્ડેક્સ નિફ્ટી 50.75 પૉઇન્ટ અથવા 0.49 ટકાના ઘટાડા સાથે 10360.15ના સ્તરે બંધ રહ્યો હતો.
  Published by:Sanjay Joshi
  First published: