સેન્સેક્સમાં 137 પૉઇન્ટનું ગાબડું, નિફ્ટી 10460ની પાસે

 • Share this:
  આજે બજાર નરમ ખૂલ્યું હતું. બજાર બંધ થવાના અડધા કલાક દરમિયાન વધુ ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં આશરે 0.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિફટી ઊંચામાં 10,525.5 સુધી ગયો હતો, જ્યારે સેન્સેક્સ ઊંચામાં 34,278.6ની સપાટીએ પહોંચ્યો હતો છતાં છેલ્લે નિફ્ટી 10,460ની પાસે બંધ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ 34,050ની પાસે બંધ રહ્યો હતો

  મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.6 ટકાના ઘટાડા સાથે 16461.3ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સ 0.8 ટકાના ઘટાડા સાથે 19512.3ના સ્તરે બંધ રહ્યો હતો. બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સ 0.25 ટકાના ઘટાડાની સાથે 18085ના સ્તરે બંધ રહ્યો હતો.

  છેલ્લે, બીએસઈના 30 શેરોવાળા ઈન્ડેક્સ સેન્સેક્સ 137.10 પૉઇન્ટ અથવા 0.4 ટકાના ઘટાડા સાથે 34046.94ના સ્તરે બંધ રહ્યો હતો. એનએસઈના 50 શેરોવાળા ઈન્ડેક્સ નિફ્ટી 34.50 પૉઇન્ટ અથવા 0.33 ટકાના ઘટાડા સાથે 10458.35ના સ્તરે બંધ રહ્યો હતો.

  આજે બૅન્કિંગ, મેટલ, ફાર્મા, રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને પાવર શેરોએ બજારમાં દબાણ વધારવાનું કામ કર્યું હતું. બેંક નિફ્ટી 0.8 ટકાના ઘટાડા સાથે 24,902.5ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીના પીએસયુ બેંક ઇન્ડેક્સમાં 1.9 ટકા, મેટલ ઇન્ડેક્સમાં 0.8 ટકા અને ફાર્મા ઇન્ડેક્સમાં 0.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

  એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એચડીએફસી બેંક, એક્સિસ બૅન્ક, યુપીએલ, વેદાન્તા, લ્યુપિન, ઈન્ફોસિસના શેરોના ભાવમાં 2.6-0.6 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યા હતા. જોકે કોલ ઈન્ડિયા, બીપીસીએલ, અરવિંદો ફાર્મા, ઇન્ડસઇન્ડ બૅન્ક, બજાજ ફાઇનાન્સ, બીએચઇએલ, એચયુએલ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરોના ભાવમાં 2.9-0.6 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

  મિડકેપ શેરોમાં રિલાયન્સ ઇન્ફ્રા, રિલાયન્સ કેપિટલ, રાજેશ એક્સપોર્ટ્સ, કેનારા બૅન્ક, ઇન્ડિયન બેન્કના શેરોના ભાવમાં 4.7-2.9 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે આઇડીબીઆઇ બેન્ક, જીઇટી એન્ડ ડી ઇન્ડિયા, કોલગેટ, 3 એમ ઇન્ડિયા, જીએસકે કન્ઝ્યુમરના શેરોના ભાવમાં 7.6-1.7 ટકા સુધીનો વધારો નોંધાયો હતા.

  સ્મોલકેપ શેરોમાં ગીતાંજલિ જેમ્સ, વક્રાન્ગી, રેન ઇન્ડસ્ટ્રીઝ, જ્યુબિલન્ટ લાઇફ, એમએસઆર ઇન્ડિયાના શેરોના ભાવમાં 5-4.7 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે સુપ્રીમ ઇન્ફ્રા, જેન ટેક, એક્સલ ક્રોપ કેયર, નોસિલ, આઇનોક્સ વિંડના શેરોના ભાવમાં 17.8-6.5 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો.
  Published by:Sanjay Joshi
  First published: