સેન્સેક્સમાં 129 પૉઇન્ટ ઘટાડો, નિફ્ટી 10115ની નીચે

સેન્સેક્સમાં 188 પૉઇન્ટનો ઘટાડો, નિફ્ટી 10620ની પાસે.

  • Share this:
    આજે શેરબજારમાં ઘણી વધ-ઘટ જોવા મળી હતી. અમેરિકામાં વ્યાજદર વધવાથી અને ટેરિફવૉર તેજ થવાને કારણે ભારતીય બજારો પર દબાણ જોવા મળ્યું હતું. નિફ્ટી અને સેન્સેક્સમાં 0.4 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. તેજીના માહોલમાં આજે નિફ્ટી 10200ના મહત્વ સ્તરને પાર કરવામાં સફળ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સમાં 150 પૉઇન્ટ તેજી જોવામાં મળી હતી, પણ છેલ્લે, નિફ્ટી 10114 પર બંધ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સમાં 129.91 પૉઇન્ટનો ઘટાડો નોંધાયો હતો.

    આજે સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં વધુ દબાણ જોવા મળ્યું હતું. બીએસઇના મિડકેપ ઈન્ડેક્સ 0.75 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.. નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સ 0.8 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. બીએસઈના સ્મોલકેપ ઇન્ડેક્સમાં 1 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

    ઓટો, આઇટી, ફાર્મા, રિયલ્ટી, બેન્કિંગ,કેપિટલ ગુડ્ઝ, પાવર, ઓઇલ-ગેસ શેરોમાં આજે વેચવાલી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી 0.5 ટકા સુધીના ઘટાડા સાથે 24141.5ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના આઈટી ઈન્ડેક્સમાં 1 ટકા, પીએસયુ બેન્ક ઇન્ડેક્સમાં 2 ટકા, ઓટો ઈન્ડેક્સમાં 0.9 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે આજે મેટલ શેરોમાં સાધારણ ખરીદી જોવા મળી હતી.

    HPCL,BPCL,આઈસીઆઈસીઆઈ બેન્ક, એસબીઆઈ, વિપ્રો, સિપ્લા, મારુતિ સુઝુકી, એમએન્ડએમના શેરોના ભાવમાં 1.91-3.87 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ગેઇલ, ONGC, વેદાંતા, રિલાયન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા મોટર્સ, સન ફાર્માના શેરોના ભાવ 0.70-1.97 ટકા સુધી ઉછળીને બંધ થયા છે.

    સ્મોલકેપ શેરોમાં ઓરિએન્ટલ વિનિયર, લા ઓપાલા, HCC,બલરામપુર ચિની, મર્કેટર, ટીજીબીના શેરોના ભાવમાં 6.9-17.82 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે હેથવે કેબલ, એસ્ટેક લાઇફ, એન્ડ્ર્યુલ, ટીઆરએફ, એચઓઈસીના શેરોના ભાવમાં 4.28-6.55 ટકા સુધીનો વધારો નોંધાયો હતો..

    મિડકેપ શેરોમાં અશોક લેલેન્ડ, વક્રાંગી, રિલાયન્સ કૉમ્યુનિકેશન્સ, રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ ઈન્ફ્રા.ના શેરોના ભાવમાં 3.73-5.95 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ટોરન્ટ ફાર્મા, નાલ્કો, પીએન્ડજી, સીજી કન્ઝ્યુમર, સેઇલના શેરોના ભાવમાં 1.30-5.78 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

    છેલ્લે, બીએસઇના 30 શેરોવાળા ઇન્ડેક્સ સેન્સેક્સ 129.91 પૉઇન્ટ અથવા 0.39 ટકાના ઘટાડા સાથે 33006.27ના સ્તરે બંધ રહ્યો હતો. એનએસઇના 50 શેરોવાળા ઇન્ડેક્સ નિફ્ટી 40.50 પૉઇન્ટ અથવા 0.40 ટકાના ઘટાડા સાથે 10114.75ના સ્તરે બંધ રહ્યો હતો.
    Published by:Sanjay Joshi
    First published: