Home /News /india /સેન્સેક્સમાં 115 પૉઇન્ટનો ઘટાડો, નિફ્ટી 10570ની પર બંધ

સેન્સેક્સમાં 115 પૉઇન્ટનો ઘટાડો, નિફ્ટી 10570ની પર બંધ

નિફ્ટીમાં 44 પૉઇન્ટ અને સેન્સેક્સમાં 115 પૉઇન્ટનો ઘટાડો.

આજે એપ્રિલ વાયદો પૂરા થવાના એક દિવસ પહેલાં જ બજારમાં ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સમાં 0.33 ટકા અને નિફ્ટીમાં 0.41 ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી નીચામાં 10536.45 સુધી, જ્યારે સેન્સેક્સ નીચામાં 34400 સુધી ઊતરી ગયો હતો. છેલ્લે નિફ્ટી 10570.55ના સ્તરે અને સેન્સેક્સ 34501.27ના સ્તરે બંધ રહ્યા હતા.

સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં આજે પણ વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. બીએસઈનો મિડકેપ ઇન્ડેક્સ 0.52 ટકા ઘટીને 16788.55ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના મિડકેપ 100 ઇન્ડેક્સ 0.41 ટકાના ઘટાડા સાથે 19912.90ના સ્તરે બંધ રહ્યો હતો. બીએસઈના સ્મોલકેપ ઇન્ડેક્સ 0.72 ટકાના ઘટાડા સાથે 18118.62ના સ્તરે બંધ રહ્યો હતો.

કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑઇલ એન્ડ ગેસ, બેન્કિંગ, કેપિટલ ગુડ્ઝ, મેટલ, ફાર્માના શેરોમાં વધુ દબાણ જોવા મળ્યું હતું. બેન્ક નિફ્ટી 0.91 ટકાના ઘટાડા સાથે 24814.40ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે રિયલ્ટી, આઈટી શેરોમાં સારી ખરીદી જોવા મળી હતી.

આજે ગેઇલ, ગ્રાસિમ, વેદાંતા,  HPCL,ONGC,આઇસીઆઇસીઆઇ બેંક, મારુતિ સુઝુકી, ડૉ. રેડ્ડીઝ, હિંદાલ્કોના શેરોના ભાવમાં 1.5-3.09 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે TCS, ઇન્ફોસિસ, એચસીએલ ટેક, BPCL, ટેક મહિન્દ્રા, એમએન્ડએમ, ભારતી એરટેલ, પાવરગ્રિડના શેરોના ભાવમાં 0.39-3.40 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

સ્મોલકેપ શેરોમાં ધામપુર શુગર, ડીસીએમ શ્રીરામ, પીસી જ્વેલર્સ, હાથવે કેબલ, લિપ્સા જેમ્સના શેરોના ભાવમાં 7.11-16 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ડીબી રિયલ્ટી, ટીમલીઝ ,સેન્ટ-ગોબિન, ગુફિક બાયો, વીટો સ્વિચના શેરના ભાવમાં 10.34-15.3 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

મિડકેપ શેરોમાં જીએમઆર ઈન્ફ્રા, પેટ્રોનેટ એલએનજી વક્રાંગી, બેન્ક ઑફ ઈન્ડિયા, મેક્સ ફાઈનાન્શિયલના શેરોના ભાવમાં 3.57-4.98 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે અશોક લેલેન્ડ, એમ્ફેસિસ, મેરિકો, બર્જર પેઇન્ટ, એનબીસીસીના શેરોના ભાવમાં 2.43-3.6 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

છેલ્લે, બીએસઇના 30 શેરોવાળા ઇન્ડેક્સ સેન્સેક્સ 115.37 પૉઇન્ટ અથવા 0.33 ટકાના ઘટાડા સાથે 34501.27ના સ્તરે બંધ રહ્યો હતો. એનએસઇના 50 શેરોવાળા ઇન્ડેક્સ નિફ્ટી 43.80 પૉઇન્ટ અથવા 0.41 ટકાના ઘટાડા સાથે 10570.55ના સ્તરે બંધ રહ્યો હતો.
First published:

Tags: Business, Nifty down, Sensex down, Sharemarket

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો