આજે માર્ચ વાયદા સિરીઝની શરૂઆતની સાથે જ બજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સમાં 323 પૉઇન્ટનો વધારો નોંધાયો હતો અને નિફ્ટી 10500ની પાસે પહોંચવામાં સફળ રહ્યો હતો. નિફ્ટીએ ઊંચામાં 10499.1 સુધી પહોંચ્યો હતો, જ્યારે સેન્સેક્સ ઊંચામાં 34167.6 સુધી પહોંચ્યો હતો. છેલ્લે નિફ્ટી-સેન્સેક્સમાં આશરે 1 ટકાના વધારા સાથે બંધ રહ્યા હતા.
સ્મોલકેપ-મિડકેપ શેરોમાં ખરીદી જોવા મળી હતી. બીએસઇના મિડકેપ ઇન્ડેક્સ 1.5 ટકાના વધારા સાથે 16562ના સ્તરે પર બંધ રહ્યો હતો. નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સ 1.7 ટકાના વધારા સાથે 19708.4ના સ્તરે બંધ રહ્યો હતો. બીએસઇના સ્મોલકેપ ઇન્ડેક્સ 1.5 ટકાના વધારા સાથે 17996ના સ્તરે પર બંધ રહ્યો હતો.
આજે બજારમાં આઈટી, બેન્કિંગ, મેટલ, ફાર્મા, કેપિટલ ગુડ્ઝ, પાવર-ઓયલ-ગેસના શેરોમાં સારીએવી ખરીદી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી 1.4 ટકાના વધારા સાથે 25302.5ના સ્તરે પર બંધ રહ્યો હતો. નિફ્ટીના ફાર્મા ઈન્ડેક્સમાં 2.6 ટકા અને મેટલ ઇન્ડેક્સમાં 3.2 ટકાનો વધારો નોંધાયો હતો.
બીએસઇનો 30 શેરોવાળો ઇન્ડેક્સ સેન્સેક્સ 322.65 પૉઇન્ટ અથવા 0.95 ટકાના વધારા સાથે 34142.15ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે એનએસઈનો 50 શેરોવાળો ઇન્ડેક્સ નિફ્ટી 108.35 પૉઇન્ટ અથવા 1.04 ટકાના વધારા સાથે 10491.05ના સ્તરે બંધ રહ્યો હતો.
આજે ટેક મહિન્દ્રા, યુનાઇટેડ બ્રુવરીઝ, ટાટા સ્ટીલ, ઓરબિંદો ફાર્મા, સન ફાર્મા, વેદાંતાના શેરોના ભાવમાં 2.66-6.03 ટકા સુધીનો વધારો નોંધાયો હતો, જ્યારે આઈશર મોટર્સ, ગેલ, એશિયન પેઇન્ટ્સ, એચયુએલ, ઈન્ફોસિસના શેરોના ભાવમાં 0.37-1.53 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.
સ્મોલકેપ શેરોમાં જિંદાલ સ્ટીલ, એમએસઆર ઈન્ડિયા, ડાયનેમેટિક ટેક, ક્યુપિડ, કિટેક્સ ગાર્મેન્ટ્સના શેરોના ભાવમાં 20-10.5 ટકા સુધીનો વધારો નોંધાયો હતો, જ્યારે આધુનિક ઈન્ડસ્ટ્રી, જુબિલન્ટ લાઇફ, ગીતાજંલિ જેમ્સ, આધુનિક ઈન્ડસ્ટ્રીના શેરોના ભાવમાં 10.2-4.8 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.
મિડકેપ શેરોમાં સેન્ટ્રલ બેન્ક, ટીવીએસ મોટર્સ, જિંદાલ સ્ટીલ, આઈડીબીઆઈ બેન્ક અને નાલ્કો 6.2-4.1 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. જોકે ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ, કન્ટેનર કૉર્પ, એમ્ફેસિસ, બ્લુ ડાર્ટના શેરોમાં 1-0.6 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.
Published by:Sanjay Joshi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર