Home /News /india /સેન્સેક્સ 35790 અને નિફ્ટી 10960ની ઉપર બંધ

સેન્સેક્સ 35790 અને નિફ્ટી 10960ની ઉપર બંધ

સેન્સેક્સમાં 287 પૉઇન્ટનો ઉછાળો, નિફ્ટી 10200ની ઉપર.

    આ અઠવાડિયાની શરૂઆત નવાં શિખરો સર કરવા સાથે થઈ છે. આજે સેન્સેક્સે પ્રથમવાર 35,800ની સપાટી વટાવી દીધી હતી. એવી રીતે નિફ્ટી પણ 10,950 ઉપર બંધ રહ્યો હતો. બેન્ક નિફ્ટીએ 27,000ની નવી સપાટીની ઓળંગી હતી. આજે થયેલાં કામકાજમાં નિફ્ટીએ 10,975.10ના નવા વિક્રમ સ્તરને સ્પર્શ કર્યો હતો, જ્યારે સેન્સેક્સ 35,827.7ની નવી ઊંચી સપાટીને સ્પર્શ
    કરવામાં સફળ રહ્યો હતો.

    મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદી જોવા મળી હતી. બીએસઇનો મિડકેપ ઇન્ડેક્સ 0.6 ટકા વધીને 17,876.5 પર બંધ રહ્યો હતો. નિફ્ટીનો મિડકેપ 100 ઇન્ડેક્સ લગભગ 1 ટકાના વધારા સાથે 21,505.5 પર બંધ રહ્યો હતો. બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સ 0.8 ટકાના વધારા સાથે 19,608ના સ્તર પર બંધ રહ્યો હતો.

    આજે આઇટી, બેન્કિંગ, રિયલ્ટી, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ-ગેસના શેરોમાં ખરીદી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી 0.5 ટકાના વધારા સાથે 27,041ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીનો આઇટી ઇન્ડેક્સ 2 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. બીએસઇના રિયલિટી ઇન્ડેક્સમાં 2 ટકા, કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સમાં 1.8 ટકા, કન્ઝ્યુમર ડ્યરેબલ્સ ઇન્ડેક્સમાં 0.75 ટકા અને ઓઇલ-ગેસ ઇન્ડેક્સમાં 0.5 ટકાનો વધારો થયો હતો. જોકે મેટલ અને પીએસયુ બેંકના શેરોમાં વેચવાલી જોવા મળી હતી. છે.

    છેલ્લે, બીએસઈનો 30 શેરવાળો ઇન્ડેક્સ સેન્સેક્સ 286.43 પોઇન્ટ અથવા 0.81 ટકાના વધારા સાથે 35,798.01 પર બંધ રહ્યો હતો. એનએસઇનો 50 શેરવાળો ઇન્ડેક્સ નિફ્ટી 71.50 પોઈન્ટ અથવા 0.66 ટકાના વધારા સાથે 10,966.20 પર બંધ રહ્યો હતો.

    આજે ભેલ, ટીસીએસ, બીએચઇએલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ, ઓએનજીસી અને એક્સિસ બેન્કના શેરોના ભાવમાં 7-3.3 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. જોકે એચપીસીએલ, ગેઇલ, વિપ્રો, ટાટા મોટર્સ ડીવીઆર, બીપીસીએલ, ભારતી એરટેલ, એચડીએફસી, એશિયન પેઇન્સ અને એચડીએફસી શેરોના ભાવમાં 3.5-1.4 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

    મિડકેપ શેરોમાં બાયોકોન, યુનાઈટેડ બ્રુઅરીઝ, વાક્રંગિ, ઇન્ડિયન હોટેલ્સ અને 3એમ ઇન્ડિયાના શેરોમાં 5.8-4.5 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.જોકે કાન્સાઈ નેરોલેક, જેએસડબ્લ્યુ એનર્જી, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, રિલાયન્સ પાવર અને ડિવિઝન લેબના શેરોના ભાવમાં 3.5-1.6 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

    સ્મોલકેપ શેરો જેવા કે શોભા,શેમારુ એન્ટરટેઇનમેન્ટ, લિંકન ફાર્મા, ગુડરિક ગ્રુપ અને એક્શન કન્સ્ટ્રક્શનના શેરોના ભાવમાં 11.8 થી 10 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. જોકે હોમ ફાઇનાન્સ, દાલમિયા શુગર, દ્વારકિશ શુગર, ત્રિવેણી એન્જિનિયરિંગના શેરોના ભાવમાં 14.3-5.6 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: BSE, Business, NSE, Share market, નિફ્ટી, સેન્સેક્સ

    विज्ञापन
    विज्ञापन