સેન્સેક્સમાં 318 પૉઇન્ટનો ઉછાળો, નિફ્ટી 10250ની પાસે

સેન્સેક્સમાં 318 પૉઇન્ટ અને નિફ્ટીમાં 88 પૉઇન્ટનો ઉછાળો.

  • Share this:
    શૅરબજારમાં છેલ્લા 6 દિવસના સતત ઘટાડા પર આજે બ્રેક લાગી હતી. સેન્સેક્સ અને નિફ્ટી આશરે એક ટકાના વધારા સાથે બંધ રહ્યા હતા. નિફ્ટી ઊંચામાં 10270.35 સુધી, જ્યારે સેન્સેક્સ 33440 સુધી પહોંચ્યો હતો. છેલ્લે નિફ્ટી 10250ની પાસે બંધ રહ્યો હતો અને સેન્સેક્સ 33350ની ઉપર બંધ રહ્યો હતો.

    આજે સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદી જોવા મળી હતી. બીએસઇના મિડકેપ ઈન્ડેક્સ 0.6 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. નિફ્ટીના મિડકેપ 100 ઇન્ડેક્સ 0.5 ટકા ઊછળીને બંધ રહ્યો હતો. બીએસઇના સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.5 ટકાનો સુધીના ઉછાળા સાથે બંધ રહ્યો હતો.

    ઑટો, પાવર, બેન્કિંગ, રિયલ્ટી, કેપિટલ ગુડ્ઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના શેરોમાં સારીએવી ખરીદી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી 1.5 ટકા સુધીની મજબૂતી સાથે 24478ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના પીએસયુ બેન્ક ઇન્ડેક્સ આળરે 3 ટકા સુધી વધ્યો હતો. જોકે આજે મેટલ, એફએમસીજી, ફાર્મા શેરોમાં દબાણ જોવા મળ્યું હતું.

    આજે આઈસીઆઈસીઆઈ બેન્ક, એસબીઆઈ, અદાણી પોર્ટ્સ, રિલાયન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એશિયન પેઇન્ટ્સ, એચડીએફસીના શેરોના ભાવમાં 1.89-4.1 ટકા સુધીનો વધારો નોંધાયો હતો, જ્યારે યસ બેન્ક, ટીસીએસ, ટેક મહિન્દ્રા, સન ફાર્મા, ટાટા સ્ટીલ, હિન્ડાલ્કોના શેરોના ભાવમાં 0.8-2.83 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

    સ્મોલકેપ શેરોમાં મંગલમ સિમેન્ટસ, મંગલમ ડ્રગ્સ, ટેરન્ટ, ભૂષણ સ્ટીલ, મન ઇન્ફ્રાના શેરોના ભાવમાં 7.5-16.3 ટકા સુધીનો વધારો નોંધાયો હતો, જ્યારે ધામપુર શુગર, દાલમિયા શુગર, બલરામપુર ચિની, એફડીસી, ત્રિવેણી એન્જિનયર્સના શેરોના ભાવમાં 5.66-9.33 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

    મિડકેપ શેરોમાં સેન્ટ્રલ બેન્ક, ઓબેરોય રિયલ્ટી, રિલાયન્સ ઈન્ફ્રા, અશોક લેલેન્ડ અને અમારા રાજા 2.72-5.37 ટકા સુધી મજબૂત થઈને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં આઈડીબીઆઈ બેન્ક, અદાણી પાવર, ઈમામી, ઈન્ડિયન હોટલ્સ અને અદાણી એન્ટરપ્રાઇઝીસ 2.03-6.25 ટકા સુધી લપસીને બંધ થયા છે.

    છેલ્લે, બીએસઈના 30 શેરોવાળા ઈન્ડેક્સ સેન્સેક્સ 318.48 પૉઇન્ટ અથવા 0.96 ટકાના વધારા સાથે 33351.57ના સ્તરે બંધ રહ્યો હતો. એનએસઈના 50 શેરોવાળા ઇન્ડેક્સ નિફ્ટી 88.45 પૉઇન્ટ અથવા 0.87 ટકાના વધારા સાથે 10242.65ના સ્તરે બંધ રહ્યો હતો.
    Published by:Sanjay Joshi
    First published: