સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ બંધ

  • Share this:
    આજે શેરબજારમાં નબળાઈ જોવા મળી હતી અને દિવસભર દબાણ હેઠળ જોવા મળ્યું હતું, પરંતુ છેલ્લા થોડા કલાકોમાં સારીએવી રિક્વરી જોવા મળી હતી. સેન્સેક્સ જે એક સમયે 250 પૉઇન્ટથી વધુ ઘટ્યો હતો, પણ બજાર બંધ થવા સુધી 21 પૉઇન્ટ ઘટ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 10400ના મહત્વ સ્તરે જળવાઈ રહ્યો હતો. આજે નિફ્ટી નીચામાં 10336.3 સુધી ગગડી ગયો હતો, જ્યારે સેન્સેક્સ 33580.7 સુધી નીચે ગયો હતો.

    મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં આજે સારી ખરીદી જોવા મળી હતી. બીએસઇના મિડકેપ ઇન્ડેક્સ આશરે 0.3 ટકા વધીને 16,315.5 પાસે બંધ રહ્યો હતો. નિફ્ટીનો મિડકેપ 100 ઇન્ડેક્સમાં 0.40 ટકાના વધારો સાથે 19,183.7ના સ્તરે બંધ રહ્યો હતો.

    છેલ્લે, બીએસઇના 30 શેરોવાળા ઈન્ડેક્સ સેન્સેક્સ 21.04 પૉઇન્ટ અથવા 0.06 ટકાના ઘટાડા સાથે 33835.74ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે એનએસઇ 50 શેરોવાળા ઇન્ડેક્સ નિફ્ટી 15.95 પૉઇન્ટ અથવા 0.15 ટકાના ઘટાડા સાથે 10410.90ના સ્તરે બંધ રહ્યો હતો.

    બેંકિંગ, આઇટી, મીડિયા અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના શેરોમાં ખરીદી થવાથી બજારને ટેકો મળ્યો હતો. બેંક નિફ્ટી 0.5 ટકાના વધારા સાથે 24,852ના સ્તરે બંધ રહ્યો હતો. જોકે આજે મેટલ, એફએમસીજી, રિયલ્ટી અને ઓઇલ-ગેસના શેરોમાં વેચવાલી જોવા મળી હતી.

    આજે એચપીસીએલ, ઓએનજીસી, ટાટા સ્ટીલ, આઇઓસી, ઇન્ફ્રાટેલ, હીરો મોટો કૉર્પના શેરોના ભાવમાં 0.9-3.25 ટકા સુધીમ ઘટાડો નોંધાયો હતો, જ્યારે ટેક મહિન્દ્રા, અંબુજા સિમેન્ટ, બજાજ ફાઈનાન્સ, યસ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઇસીઆઇસીઆઇ બેંક, એસબીઆઈના શેરોના ભાવમાં 0.8-3.2 ટકા સુધીનો ઉછાળો નોંધાયો થયા છે.

    મિડકેપ શેરોમાં મેક્સ ફાઈનાન્શિયલ, રાજેશ એક્સપોર્ટ્સ, એન્ડ્યુરન્સ ટેકનોલૉજી, ઓબરોય રિયલ્ટી અને એચપીસીએલના શેરોના ભાવમાં 1.9-3.1 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે આઈડીબીઆઈ બેન્ક, યુનિયન બેન્ક, વક્રાંગી, સન ટીવી અને નેટકો ફાર્માના શેરોના ભાવમાં 4.25-10.25 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

    સ્મોલકેપ શેરોમાં પ્રભાત ડેરી, ડેક્કન ગોલ્ડ, એમ્ટેક ઑટો અને પિનકોન સ્પિરિટના શેરોના ભાવમાં 4.97-6.38 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે જેબીએફ ઈન્ડસ્ટ્રીઝ, ટીવી ટુડે, ઝી મીડિયા, વેન્કિસના શેરોના ભાવમાં 7.8-19.98 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.
    Published by:Sanjay Joshi
    First published: