Home /News /india /

સેન્સેક્સમાં 141 પૉઇન્ટ, નિફ્ટીમાં 44 પૉઇન્ટનો વધારો

સેન્સેક્સમાં 141 પૉઇન્ટ, નિફ્ટીમાં 44 પૉઇન્ટનો વધારો

શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 578 પૉઇન્ટનો ઉછાળો.

    આજે બજારમાં પોઝિટિવ ગ્લોબલ માર્કેટને લઈ તેજી જોવા મળી હતી. સેન્સેક્સ ખૂલ્યા પછી 350 પૉઇન્ટ સુધી ઊછળી ગયો હતો, પણ ફાર્મા, ઇન્ફ્રા, પીએસયુ બેન્કોના શેરોમાં વેચવાલી જોવા મળી હતી. છેલ્લે સેન્સેક્સ 141.52 પૉઇન્ટ વધીને 34,297.47 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 44.60 પૉઇન્ટ વધીને 10,545.50 પર બંધ રહ્યો હતો.

    આઇટી, એનર્જી, મેટલ તેમજ ખાનગી બેન્કોમાં સારી તેજી જોવા મળી હતી. આઇસીઆઇસીઆઇ બેન્કમાં 3.3 ટકાનો વધારો થયો હતો, જ્યારે PNB શેરોમાં આજે બીજા દિવસે પણ 12 ટકાનો ઘટાડો નોંધાયો હતો. PSU બેન્કો, ઇન્ફ્રા રિયલ્ટીના શેરોમાં ઘટાડો નોંધાયો હતો. એનર્જી, એફએમસીજી, આઇટીના શેરોમાં 0.73-0.30 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

    પીએસયુ બેન્ક 1.40 ટકા, રિયલ્ટી 1.31 ટકા, ઇન્ફ્રા 0.69 ટકા, મિડિયા 1.28 ટકા, ઓટો 0.29 ટકા, ફાર્મા શેરોમાં 0.56 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે ખાનગી બેન્ક ઇન્ડેક્સ 0.36 ટકા, ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇન્ડેક્સમાં 0.45 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

    PNBમાં રૂ.11,400 કરોડનું કૌભાંડ બહાર આવતાં ગીતાંજલિ જેમ્સનો શેર 19.30 ટકા તૂટીને રૂ.47.20 થઈ ગયો છે. પીસી જ્વેલર્સ 19.50 ટકા ઘટીને રૂ.303, ત્રિભોવનદાસ ભીમજી ઝવેરી 4.32 ટકા ઘટીને રૂ.110.60, રાજેશ એક્સપોર્ટસ 1.34 ટકા ઘટીને રૂ.808.70ના સ્તરે બંધ રહ્યા હતા. ઇન્ફોસીસ, એચડીએફસી અને આઇટીસીના શેરોના ભાવમાં વધારો જોવા મળ્યો હતા. ઓએનજીસી, પાવરગ્રિડ, બજાજ ઓટો, એચયુએલ, સન ફાર્મા, ટીસીએસ, રિલાયન્સના શેરના ભાવમાં વધારો નોંધાયો હતો, જોકે ટાટા સ્ટીલ, એલએન્ડટી, હીરો મોટોકોર્પના શેરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: BSE, Business, NSE, Share marcket, નિફ્ટી, સેન્સેક્સ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन