Home /News /india /વરિષ્ઠ સરકારી અધિકારીને IPL મેચનો પાસ માંગવો ભારે પડ્યો

વરિષ્ઠ સરકારી અધિકારીને IPL મેચનો પાસ માંગવો ભારે પડ્યો

વરિષ્ઠ સરકારી અધિકારીને IPL મેચનો પાસ માંગવો ભારે પડ્યો

અધિકારી ગોપાલ કૃષ્ણ ગુપ્તા વર્તમાનમાં નવીન અને નવીકરણીય ઉર્જા મંત્રાલયમાં સંયુક્ત સચિવના રુપમાં કાર્યરત હતા

આઇપીએલ મેચ માટે કોમ્પ્લીમેન્ટ્રી પાસ માંગવો એક અધિકારીને મોંઘો પડી ગયો છે. વરિષ્ઠ નોકરશાહ ગોપાલ કૃષ્ણ ગુપ્તાને દિલ્હી એન્ડ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસિયેશન (ડીડીસીએ) પાસે આઈપીએલ પાસ માંગવાના કારણે તેના કાર્યકાળની અવધી ઘટાડી દેવામાં આવી છે. આ ઉપરાંત અધિકારીને ફરી પાછા તેના કેડર રેલ મંત્રાલયમાં મોકલી દેવામાં આવ્યો છે.

કાર્મિક મંત્રાલયના એક આદેશમાં કહેવાયું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેબિનેટની નિયુક્તિ સમિતિ (એસીસી)એ ગોપાલ કૃષ્ણ ગુપ્તાને સમય પૂર્વે વાપસીને તત્કાલ પ્રભાવથી મંજૂરી આપી દીધી છે. જોકે આ આદેશનું કારણ બતાવ્યું નથી.

આ પણ વાંચો - સિદ્ધુના ‘કાળા અંગ્રેજ’ ઉપર BJP બોલી - ઇટાલિયન રંગ ઉપર આટલો ઘમંડ ન કરો

ભારતીય રેલ સેવાની આઈઆરએસએમઈના 1987ના બેન્ચના અધિકારી ગોપાલ કૃષ્ણ ગુપ્તા વર્તમાનમાં નવીન અને નવીકરણીય ઉર્જા મંત્રાલયમાં સંયુક્ત સચિવના રુપમાં કાર્યરત હતા.

રજત શર્માને લખ્યો પત્ર
કહેવાય રહ્યું છે કે ગુપ્તાએ આ વર્ષે માર્ચમાં ડીડીસીએના અધ્યક્ષ રજત શર્માના કાર્યાલય પાસે એક આઈપીએલ મેચ માટે કોમ્પ્લીમેન્ટ્રી પાસ માંગ્યા હતા. ડીડીસીએ પાસેથી કોઈ જવાબ ન મળતા ગુપ્તાએ અધ્યક્ષ રજત શર્માને 3 એપ્રિલે એક પત્ર લખ્યો હતો. ચિઠ્ઠીમાં તેમણે રજત શર્માની કાર્યકારી સહાયક સપના સોની અને પોતાના અંગત સ્ટાફ વચ્ચે ટેલિફોન પર થયેલી વાતચીતનો ઉલ્લેખ કર્યો હતો.
First published:

Tags: Ddca, Ipl 2019, આઇપીએલ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો